મરિયમ નવાઝનો ઇમરાન પર ગંભીર આરોપ – જેલના બાથરૂમમાં પણ લગાવ્યા હતા હિડન કેમરા.

0
12

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના ઉપપ્રમુખ મરિયમ નવાઝ શરીફે પાકિસ્તાની જેલોમાં મહિલાઓ સાથેના વર્તનનો ખુલાસો કર્યો છે. આરોપ લગાવ્યો છે કે જેલ સેલમાં જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં બધી જગ્યાએ કેમેરા ગોઠવામાં આવેલા હતા. એટલું જ નહીં, વોશરૂમાં હિડન કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા.

ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવતા મરિયમે કહ્યું છે કે ઈમરાન ખાન તેમનાથી એટલા બધા ડરી ગયા હતા કે તેઓએ જેલના એ સેલના બાથરૂમમાં હિડન કેમેરા લગાવી દીધા હતા, જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા. મરિયમે ઈમરાન ખાનની સરકારને મહિલા વિરોધી પણ ગણાવી. નોંધનીય છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાજ શરીફ (PML-N)ની ઉપાધ્યક્ષ મરિયમ નવાજની ગયા વર્ષે ચૌધરી શુગર મિલ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

એક ઇન્ટરવ્યૂમાં મરિયમ નવાજે કહ્યું કે, હું બે વાર જેલ ગઈ છું. મહિલાઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેના વિશે જણાવવા લાગીશ તો અહીંની સરકાર અને અધિકારી મોં બતાવવા લાયક નહીં રહે. કોઈ પણ મહિલા જે પાકિસ્તાન કે પછી ક્યાંય પણ હોય તે નબળી નથી. આજે સંઘર્ષ કરી રહી છું, તેથી હું એ નથી દર્શાવવા માંગતી કે હું પ્રભાવિત હતી, હું તેને લઈને રડવા નથી માંગતી કે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પરંતુ હું એ સત્ય ચોક્કસ દુનિયા સામે લાવવા માંગું છું કે જેલોમાં મહિલાઓની સ્થિતિ શું છે.

મરિયમ નવાજે ઈમરાન ખાનની સરકાર પર જોરદાર હુમલો કરતાં વધુમાં કહ્યું કે, જો મરિયમ નવાજનો દરવાજો તોડી શકાય છે, જો સત્ય બોલવા માટે તેમના પિતાની સામે ધરપકડ કરવામાં આવે છે, જો જેલના સેલના બાથરૂમમાં કેમેરા લગાવી શકાય છે અને અંગત રીતે હુમલા કરવામાં આવી શકે છે તો પછી પાકિસ્તાનમાં કોઈ મહિલા સુરક્ષિત નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here