કોરોના : બનાસકાંઠા : દાંતા તાલુકામાં નાનાસડા પંચાયત ના સરપંચ અને તલાટી દ્વારા માસ્કનું વિતરણ કરાયું.

0
66
હાલમાં જ્યારે કોરોના વાયરસ નો કહેર દિવસે અને દહાડે વધતો જઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ કોરોના  વાયરસ ના કહેર વચ્ચે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે વિવિધ નિર્ણય લેવાય છે ત્યારે હાલમાં લોકડાઉન નું પણ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે ત્યારે વિવિધ ગામડાઓ ની ગ્રામ પંચાયત દ્વારા પોતાના ગામને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલા લેવાઈ રહ્યા છે  ત્યારે દેશમાં 17 મે સુધી લોકડાઉન છે અને લોકોને ઘરમાં જ રહેવા સૂચના અપાઇ છે તારે કામથી બહાર નીકળતા લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત હોય માસ્કની ખુબ ડિમાન્ડ વધેરે વધી છે ત્યારે નાનાસડા ગ્રામ પંચાયત દ્વારા લોકોમાં સંદેશો આપવા માટે એક અભિયાન ઉપાડયું છે.
નાનાસડા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા હાલમાં લોકડાઉન સંપૂર્ણ બંધ છે ત્યારે સરપંચ અને તલાટી દ્વારા નિશુલ્ક માસ્ક વિતરણ કરી રહ્યા છે અને સાથે સાથે માસ્ક મોં ઉપર બાંધી પોતાની સુરક્ષા જાતે જ કરે તેવી પણ અપીલ કરી રહ્યા છે ત્યારે નાનાસડા ગ્રામ પંચાયત ના તલાટી અને સરપંચ દ્વારા ૩૦૦ જેટલા માસ્ક નાનાસડા , જગતાપુરા અને ટોડા માં વિતરણ કરવામાં આવ્યું છે .
હાલ ગુજરાતમાં કોરોના વાઈરસના  કેસોમાં દિન-પ્રતિદિન  વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ 50 પોઝિટિવ કેસો છે પણ અંતરિયાળ વિસ્તારમાં જ્યાં હાલ કોઈ પોઝિટિવ કેસ નથી અને તેવા  વિસ્તારોમાં  તકેદારીના ભાગરૂપે નાનાસડા ગ્રામ પંચાયત તલાટી અને સરપંચ પોતાની ફરજ અદા કરી હતી
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here