Monday, October 18, 2021
Homeવડોદરા : માસૂમની હત્યાનો ભેદ ઉકેલાય, મિત્રએ જ ચાલુ કારમાં માર્યા હતા...
Array

વડોદરા : માસૂમની હત્યાનો ભેદ ઉકેલાય, મિત્રએ જ ચાલુ કારમાં માર્યા હતા છરીનાં ધા

વડોદરાના દેણા ગામના સીમમાંથી મળેલી ધો. 10ના વિદ્યાર્થીના મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. શહેરની વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરતો અંકિત પ્રજાપતિ બે દિવસ પહેલા સાંજે લાપતા થયો હતો. અને બીજા દિવસે સવારે છાતી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યાનો અંજામ અન્ય કોઇ નહીં પરંતુ તેના દોસ્તોએ જ આપ્યો હતો. આ મામલે પોલીસે અનિલ ભરવાડ અને એક સગીર સહિત 3 જણાને ઝડપી લીધા છે.

મૃતક અંકિતના મિત્ર અનિલ ભરવાડે જ તેની ચાલુ કારમાં છરીનાં પાંચથી છ ઘા મારીને હત્યા કરી હતી. મૃતક અંકિતે અનિલને 30 નવેમ્બરનાં રોજ અપશબ્દો કહ્યા હતા. જેનો બદલો લેવા માટે મિત્રની જ હત્યા કરી હોવાનું જણાવ્યું છે.

બુધવારે સાંજે અંકિત તેના મિત્રો સાથે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. તમામ મિત્રો કાર લઈને લગ્નમાં ગયા હતા. ત્યારે મોડી રાત સુધી અંકિત પરત ઘરે ફર્યો ન હતો. તેથી આખી રાત પરિવારજનોએ તેની શોધખોળ ચલાવી હતી.

વહેલી સવારે દેણા ગામ પાસે એક લાશ મળી આવી હતી. પોલીસે લાશની તપાસ કરતા મૃતદેહ અંકિતનો હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ અંકિતની માતાએ ત્રણેય મિત્રોએ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેથી યોમ ઉર્ફે અનિલ હમીરભાઇ ભરવાડ (જનોડ નગર, ન્યૂ વીઆઇપી રોડ) તથા તેના સાગરીત દિલીપ હમીરભાઇ ભરવાડ (રેવડિયા મહાદેવ પાસે, ન્યૂ વીઆઇપી રોડ) અને એક સગીરને તાલુકા પોલીસ અને જિલ્લા એલસીબીએ ઝડપી લીધા હતા.

જે બાદ તેમની પૂછપરછ કરાતાં અનિલ ભરવાડે જણાવ્યું હતું કે, 30 નવેમ્બરે સાંજે કપુરાઇ ચોકડી પાસેના ગલ્લે અંકિત અને તે મળ્યા હતા. તે વખતે બંને વચ્ચે બોલાચાલી થતાં અંકિતે તેને અપશબ્દ બોલ્યા હતા. જેની અદાવતે હત્યા કરી હોવાનું કહ્યું હતૃં. બુધવારે રાત્રે અનિલ અંકિતને ઘરેથી કારમાં બેસાડી લઈ ગયો હતો. ત્યારબાદ વાસદ પાસે ચાલુ કારમાં છરીના ઘા મારી હત્યા કરી હતી.

હત્યાના ગુનામાં પકડાયેલો અનિલ ભરવાડ અને દિલીપ ભરવાડ ધોરણ 10 નાપાસ છે. જ્યારે સગીર વયનો કિશોર આ વર્ષે ધો.10માં આવ્યો છે. અંકિતની હત્યામાં મુખ્ય રોલ અનિલે જ ભજવ્યો છે. હત્યા સમયે દિલીપ કાર ચલાવતો હતો અને સગીર વયનો કિશોર તેની બાજુમાં બેઠો હતો.

હાલ આ મામલે પોલીસે એક સગીર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments