સુરત : સ્વામિનારાયણ ગુરુકુળમાં 201મી વચનામૃત જયંતિની નિમિતે સમૂહ પાઠ, પોથીયાત્રા યોજાઈ.

0
0

201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે જુદા જુદા સ્થળે, જુદા જુદા સમયે, જુદા જુદા સંતો હરિભક્તોની આગળ જે કથાવાર્તા સત્સંગ કરેલ એમને ગ્રંથસ્થ કરાયો. એનું નામ વચનામૃત અપાયું. ગુજરાતી ભાષાનો આવડો મોટો ગ્રંથ કદાચ એ સમયે પહેલો હશે.એ વખતના નંદસંતો સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી તથા શુકાનંદ સ્વામી એ ગ્રંથસ્થ કરેલ . એક વર્ષ બાદ 115 વચનામૃત ગ્રંથસ્થ કરીને આ સંતોએ બોટાદ જિલ્લાના લોયા ગામમાં ભગવાન સ્વામિનારાયણને બતાવેલ. એ જોઈને ભગવાને પ્રસન્નતા દર્શાવેલી.વચાનામૃતની 201મી જયંતિ નિમિતે વેડરોડ ગુરૂકુળમાં અનેક કાર્યક્રમોની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુકુળમાં સંતો દ્વારા વચમાનૃત ગ્રંથનો અભિષેક કરવામાં આવ્યો હતો.
ગુરુકુળમાં સંતો દ્વારા વચમાનૃત ગ્રંથનો અભિષેક કરવામાં આવ્યો હતો.

 

પાંચ દિવસીય યજ્ઞની પૂર્ણાહૂતિ થઈ

પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર આજે ગુરુકુળ વેડરોડ સુરતમાં પાંચ દિવસથી ચાલતા વચનામૃત યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ૨૧ જેટલા સંતો સાથેની વચનામૃતની પોથીયાત્રા નીકળી હતી . સંતોએ મસ્તક ઉપર ધારણ કરેલી પોથીઓ ને પ્રાર્થના મંદિરમાં પધરાવી આ વચનામૃત કૃતિઓનું પુષ્પ પાખડી થી પૂજન કરેલું .વચનામૃત નો સમૂહ માં પાઠ તથા ગાન કરવામાં આવેલ. બાદમાં આરતી કરવામાં આવેલ.

સંતો દ્વારા વચાનમૃતની જયંતિ પ્રસંગે વાંચન કરવામાં આવ્યો હતું.
સંતો દ્વારા વચાનમૃતની જયંતિ પ્રસંગે વાંચન કરવામાં આવ્યો હતું.

 

વચનામૃત ગંર્થરાજનો અભિષેક કરાયો

આ પ્રસંગે ગુરુકુળના મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા શ્રી પ્રભુ સ્વામી વગેરે સંતોએ વચનામૃત ગ્રંથરાજનો અભિષેક કરાયો હતો. 5×3 ફૂટ ના વિરાટ વચનામૃતનો ચોખા, મગ દાળ, તુવેર દાળ વગેરે 201 કિલ્લો ધાન્ય દ્વારા સંતોએ અભિષેક કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here