અમદાવાદ : વિંઝોલમાં 2 પરિવારના 4 બાળકો સહિત 6 જણાનો સામૂહિક આપઘાત

0
3
  • બે ભાઈઓ અને તેમના 4 બાળકોના મૃતદેહ ફ્લેટમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં કમકમાટી
  • શ્રી પ્રયોશા રેસિડેન્સીની ઘટના, પોલીસ તપાસ શરૂ પણ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી

અમદાવાદ. શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી.

બાળકોની હત્યા કર્યા બાદ બંને ભાઈઓએ આપઘાત કરી લીધો હતો

મળતી માહિતી મુજબ, મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યું છે. બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી ભાઈઓ નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here