માતા વૈષ્ણોદેવી યાત્રા : 15 જૂન પછી મંદિર ખુલી શકે છે, પહેલાં માત્ર સ્થાનીય યાત્રીઓઓને દર્શન કરવાની મંજૂરી મળશે

0
0

માતા વૈષ્ણોદેવીની યાત્રા 15 જૂન આસપાસ શરૂ થઇ શકે છે. જોકે, પહેલાં માત્ર સ્થાનીય યાત્રીઓને દર્શનની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય 10 વર્ષથી નાના અને 65 વર્ષથી મોટાં યાત્રીઓને મંજૂરી મળશે નહીં.

શ્રાઇન બોર્ડ તેના માટે હાલ બોર્ડના ચેરમેન અને લેફ્ટિનેન્ટ ગવર્નર જીસી મુરમૂની મંજૂરીની રાહ જોઇ રહ્યાં છે. શ્રાઇન બોર્ડ સાથે જોડાયેલાં સૂત્રો પ્રમાણે હાલ યાત્રીઓએ પગપાળા જ વૈષ્ણોદેવી મંદિર પહોંચવું પડશે. પિઠ્ઠૂ અને ખચ્ચરના માલિકો યાત્રીઓને લઇ જઇ શકશે નહીં.

આ સિવાય હેલિકોપ્ટર સુવિધા પણ સરકાર પાસેથી પરમિશન મળ્યાં બાદ જ શરૂ થશે. કટરા અને સાંઝી છત હેલિપેડ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રાઉન્ડ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, હેલિકોપ્ટર શરૂ થવામાં સમય લાગી શકે છે. કેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગ સંભવ છે નહીં અને લોકલ યાત્રીઓ તેનો ઉપયોગ ઓછો કરે છે.

યાત્રીઓને હાલ ગુફાની બહાર થતી અટકા આરતીમાં પણ સામેલ થવા દેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ આરતી માટે શ્રાઇન બોર્ડ ટિકિટ આપે છે. છતાંય આ આરતીમાં વિશાળ સંખ્યામાં લોકો સામેલ થાય છે.

યાત્રાના 13 કિમી રસ્તામાં વિવિધ જગ્યાએ યાત્રીઓને સેનેટાઇઝ કરવામાં આવશે. જેના માટે સ્પ્રે ટનલ તૈયાર કરવાની યોજના બની રહી છે. ઉલ્લેખનીય છે કે, 18 માર્ચે વૈષ્ણોદેવીની યાત્રા બંધ કરી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here