Home સુરત સુરત : અંબિકાનિકેતન મંદિર બંધ રાખી LED થકી માતાજીના દર્શન થશે, ઉમિયાધામ...

સુરત : અંબિકાનિકેતન મંદિર બંધ રાખી LED થકી માતાજીના દર્શન થશે, ઉમિયાધામ ખુલ્લુ રહેશે

0
3

પ્રાચીન અને મહાત્મ્ય ધરાવતું અંબિકાનિકેતન મંદિર ઇતિહાસમાં પહેલીવાર આ નવરાત્રિએ ભક્તોના દર્શન માટે બંધ રહેશે. દરવર્ષે હજારોની સંખ્યામાં અંબિકાનિકેતન મંદિરે માતાજીના દર્શન કરવા માટે ભાવિકો આવતાં હોય છે. ત્યારે કોરોના સંક્રમણને લઈને આ વખતે મંદિરમાં દર્શન નહી થાય પરંતુ ઓનલાઈન અને LEDના માધ્યમથી દર્શન કરાવવામાં આવશે. બીજી તરફ વરાછામાં આવેલું ઉમિયાધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે.

નવરાત્રિને કોરોનાનું ગ્રહણ

નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં પણ આ વખતે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વખતે ભક્તો મન્દિરમાં અંદરથી દર્શન નહિ કરી શકશે. પંરતુ મંદિરમાં બહારથી પ્રોજેક્ટર દ્વારા દર્શન કરી શકશે. સુરતમાં અંબિકનિકેતન મંદિર ખાતે ઓનલાઇન દર્શન સવારે 6 થી 1 અને 3 થી રાતે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. કોરોનાને કારણે ફૂલ, હાર, ચૂંદડી ચઢાવવામાં આવશે નહિ, પણ પ્રસાદી બોક્સમાં આપવામાં આવશે.

વરાછાના ઉમિયાધામ મંદિરમાં ભાવિકોને નિયમો સાથે દર્શન આપવામાં આવશે.
(વરાછાના ઉમિયાધામ મંદિરમાં ભાવિકોને નિયમો સાથે દર્શન આપવામાં આવશે.)

 

ઉમિયાધામ મંદિર ખુલ્લુ રહેશે

વરાછા વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી ઉમિયા માતાજીના મંદિરે પરંપરગાત રીતે નવરાત્રિનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે કોરોનાના કારણે મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભાવિકોને દર્શન આપવામાં આવશે. જ્યારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Live Scores Powered by Cn24news