જન્માષ્ટમીએ કોરોના સંકટ : કૃષ્ણ ભક્તો માટે મથુરા સીલ : 39 સ્થળે બેરિયર લગાવાયા, ઉત્સવ જેવો માહોલ લાગે માટે શહેરના 20 ચોક સજાવાયા

0
4

લખનઉ. દેશ જ નહીં દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે. દર વર્ષે બ્રજમાં જન્માષ્ટમીના અવસરે ધૂમધામનો માહોલ હોય છે, પણ આ વખતે લોકોએ કાર્યક્રમ સાથે પણ અંતર રાખ્યું છે. ગત વખતે 23 ઓગસ્ટે જન્માષ્ટમી હતી. એ વખતે શહેરના ચોકને સજાવાયા હતા. દરેક શેરીની ખૂણે દસ રાજ્યોમાંથી આવેલા કલાકાર તેમની પ્રતિભાના દર્શન કરાવતા હતા.

વૃંદાવનથી માંડી મથુરા સુધી એટલા પ્રવાસીઓ હતા કે શહેરમાં ગાડી ચલાવવા માટે પણ જગ્યા નહોતી. યોગી સરકારે 2019માં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. આજે પણ સમય એ જ છે પણ કોરોના સંકટના કારણે મથુરામાં સન્નાટો છવાઈ ગયો છે. તંત્રએ મથુરાને સીલ કરી દીધું છે. 13 ઓગસ્ટ સુધી મથુરામાં કોઈ પણ બહારના જિલ્લાના વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે.

20 ચોકને સજાવાયા છે
કૃષ્ણ જન્મોત્સવ વખતે ઉત્સાહ જળવાઈ રહે તેના માટે નગર નિગમને જવાબદારી સોંપવામાં આવી છે. UP બ્રજ તીર્થ વિકાસ પરિષદના CEO નાગેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે, નગર નિગમ દ્વારા 20 ચોકને રંગ બેરંગી કપડાઓથી સજાવાયા છે. આ વર્ષે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને ભક્તોને મથુરા ન આવવાની અપીલ કરાઈ છે. ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ઘણા આયોજનો હતા, પણ કોરોના સંકટને કારણે હવે મંદિરોમાં બંધ કપાટની પાછળ જ જન્મોત્સવ ઉજવાશે.

શ્રી કૃષ્ણ જન્મસ્થળથી લાઈવ ટેલિકાસ્ટ થશે
યુપી બ્રજ તીર્થ વિકાસ પરિષદના CEO નાગેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે, આમ તો મથુરાના તમામ મંદિરોને ભક્તો માટે બંધ કરી દેવાયા છે. પણ શ્રી કૃષ્ણ જન્મસ્થળથી જન્મોત્સવની ઉજવણી લાઈવ ટીવી ચેનલ પર દેખાડવામાં આવશે,જેનાથી ભક્ત લાઈવ તેમના આરાધ્યને જોઈ શકશે.

તેમણે જણાવ્યું કે, જે પણ ચેનલ લાઈવ કરવા માંગે છે, સિટી મેજિસ્ટ્રેટના ત્યાંથી મંજૂરી લેવી પડશે. શ્રી કૃષ્ણ જન્મસ્થળ સેવા સંસ્થાના સચિવ કપિલ શર્માએ જણાવ્યું કે, આ વખત નક્કી કરવામાં આવ્યું છે કે આ જન્મોત્સવમાં કમિટિના અમુક લોકો જ સામેલ થશે, સાથે જ જે પૂજારી છે, તે રહેશે.

આવો છે શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર જન્મોત્સવનો કાર્યક્રમ
શ્રી કૃષ્ણ જન્મસ્થળ સેવા સંસ્થાના સચિવ કપિલ શર્માએ જણાવ્યું કે, રાતે 12 વાગ્યે ઠાકુરજીનો જન્મ થશે. તે પૂર્ણેદ કુંજમાં વિરાજમાન થઈને પધારશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ પર ભગવાન રેશમ, જરી તથા રત્ન પ્રતિકૃતિના સુંદર સંયોજનથી બનેલો પોશાક ધારણ કરશે.

ઈસ્કોન પર કોરોનાનું સંકટ, વિદેશ ભક્ત જન્મોત્સવથી વંચિત
વૃંદાવનમાં આવેલા ઈસ્કોન મંદિર પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે, મંગળવારે 22 લોકો સંક્રમિત મળ્યા હતા. એવામાં મંદિર તંત્રએ નક્કી કર્યું છે કે જન્મોત્સવમાં માત્ર બે પૂજારી અને કમિટિના થોડા સભ્યો સામેલ રહેશે. જ્યારે મંદિરમાં પહેલાથી હાજર વિદેશી ભક્તોને પણ જન્મોત્સવથી દૂર રાખવામાં આવશે. જો કે, બહારના ભક્તો માટે મંદિર પહેલાથી જ બંધ હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here