મયંક અને પૃથ્વી ઓપનિંગ કરશે, સાહાની વિકેટકીપર અને ઉમેશ યાદવની ત્રીજા પેસર તરીકે પસંદગી

0
9

ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની એડિલેડ ખાતેની પ્રથમ ટેસ્ટ માટે પ્લેઇંગ-11 જાહેર કરી દીધી છે. આ વિદેશમાં ભારતની પહેલી ડે-નાઈટ ટેસ્ટ હશે. બીજા ઓપનર તરીકે પૃથ્વી શો, વિકેટકીપર તરીકે રિદ્ધિમાન સાહા અને ત્રીજા પેસર તરીકે ઉમેશ યાદવની પસંદગી કરવામાં આવી છે.

ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે મિડલ ઓર્ડર સંભાળશે. હનુમા વિહારી નંબર 6 અને રિદ્ધિમાન સાહા વિકેટકીપર તેમજ સાતમા ક્રમે પૂછડીયા સાથે ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપશે. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી લેશે. રવિચંદ્રન અશ્વિન પોતાના ઓફ-સ્પિનથી ઓસ્ટ્રેલિયાને હેરાન કરશે.

ભારતની પ્લેઇંગ-11: મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here