માયાવતીએ 7 બળવાખોર ધારાસભ્યો કર્યા સસ્પેન્ડ, કહ્યું – સપાને હરાવવા જરૂર પડશે તો ભાજપને મત આપીશું

0
8

ઉત્તર પ્રદેશમાં રાજયસભાની ચૂંટણીને લઈને હંગામા વચ્ચે બસપાના વડા માયાવતીએ પાર્ટીમાંથી સાત બળવાખોર ધારાસભ્યોને હાંકી કાઢ્યા છે. આ ધારાસભ્યો પર પક્ષના રાજયસભાના ઉમેદવાર સામે બળવો કરવાનો આરોપ છે. આ અંગે વિધાનસભા પક્ષના નેતા લાલજી વર્માએ માયાવતીને પોતાનો અહેવાલ આપ્યો હતો.

માયાવતીએ કહ્યું, બસપા તેમને જવાબ આપવા માટે તમામ તાકત લગાવી દેશે. ભાજપને મત આપવો પડે તો પણ આપશું.

બીએસપીએ અસલમ રાઈની (ભિનગા-શ્રાવસ્તી), અસલમ અલી ચૌધરી (ઢોલના-હાપુડ), મુદતબા સિદ્દીરી (પ્રતાપપુર-ઈલાહાબાદ), હાકિમ લાલ બિંદ (હાંડિયા-પ્રયાગરાજ), હરગોવિંદ ભાર્ગવ(સિઘૌલી-સીતાપુર), સુષમા પટેલ (મુંગરા બાદશાહપુર) અને વંદના સિંહ (સગડી-આઝમગઢ)ને સસ્પેન્ડ કર્યા છે.

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું ‘લોકસભા ચૂંટણીમાં એનડીએને સત્તામાં આવવાથી રોકવા માટે અમારી પાર્ટીએ સપા સરકારમાં મારી હત્યાના ષડયંત્રની ઘટનાને ભુલાવતા દેશમાં સંકીર્ણ તાકતોને રોકવા સપા સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી. સપાના મુખિયા ગઠબંધન થયાના પ્રથમ દિવસથી જ એસસી મિશ્રાજીને કહી રહ્યા હતા કે હવે ગઠબંધન થઈ ગયું છે તો બહેનજીને 2 જૂનનો કેસ પરત લઈ લેવો જોઈએ, ચૂંટણી દરમિયાન કેસ પરત લેવો પડ્યો.’

માયાવતીએ કહ્યું, ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તેમનું વલણ અમારી પાર્ટીએ જોયું, તેના અમને લાગ્યું કે કેસ પરત લઈ ખૂબ મોટી ભુલ કરી અને તેમની સાથે ગઠબંધનનો અમારો નિર્ણય ખોટો હતો.

‘સપાને હરાવવા માટે ભાજપ સાથે પણ હાથ મિલાવીશુ’

ધારાસભ્યો પર કાર્યવાહી બાદ સમાજવાદી પાર્ટી પર કડક વલણ અપનાવીને માયાવતીએ ગુરુવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ, ‘અમારી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં ભવિષ્યમાં યોજાનાર વિધાનસભા પરિષદની ચૂંટણીમાં અમે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને કોઈ પણ હાલતમાં જીતવા નહિ દઈએ. સપાના ઉમેદવારને હરાવવા માટે અમે પૂરી તાકાત લગાવી દઈશુ અને જો આના માટે અમારે અમારો મત ભાજપ ઉમેદવાર કે બીજી કોઈ પાર્ટીને આપવો પડે તો અમે આપીશુ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here