સુરત : મેયર ડો. જગદિશ પટેલ કોરોનાગ્રસ્ત : પોઝિટિવ કેસનો આંક 41676 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1042 અને કુલ 39152 રિકવર થયા.

0
5

મહાનગપાલિકાના જણાવ્યા પ્રમાણે, મેયર ડો. જગદિશ પટેલ કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 41676 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1042 થયો છે.

ગત રોજ શહેરમાંથી 185 અને જિલ્લામાંથી 41 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 39152 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી સતત વધી રહેલા પોઝિટિવ કેસને પગલે એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા વધવાની સાથે 1482 થઈ ગઈ છે.

શરદી-ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો : ડો. જગદિશ પટેલ

સુરતના મેયર ડો. જગદિશ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી શરૂ થયેલા કોરોનાના પ્રથમ વેવમાં ખૂબ બહાર રહેવાનું અને કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવવાનું થયું છતાં ઈન્ફેક્શનથી બચી શકાયું હતું. જે બીજો વેવ શરૂ થતા શક્ય ના બન્યું. ગઈકાલથી થોડી શરદી-ઉધરસ જણાતા કોવિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવી પોતાના સ્વાથ્યની કાળજી લેવા વિનંતી કરુ છું. હવે થોડા દિવસ સુધી આપ સૌ સાથે પ્રત્યક્ષરૂપે સેવાકાર્યમાં નહી જોડાઈ શકુ તે બદલ માફ કરશો.

સિટીમાં કુલ 30586 અને જિલ્લામાં 11090 કેસ

સુરત સિટીમાં કુલ 30586 પોઝિટિવ કેસમાં 761ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 11090 પૈકી 281ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 41676 કેસમાં 1042ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 28750 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 10402 દર્દી સાજા થયા છે.

કાપડના વેપારી, હીરાના વેપારી, તેલના વેપારી સહિત અનેક સંક્રમીત

શહેરમાં નવા નોંધાયેલા કેસમાં જ્વેલર્સ, કાપડના વેપારીઓ, હીરાના વેપારી, તેલના વેપારી પાલિકા કર્મચારી સહિત અનેક કોરોનામાં સપડાયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં લીફ્ટ ફેક્ટ્રીના કર્મચારી, કાપડ દલાલ, મેડિકલ સ્ટોર કર્મચારી, જ્વેલર્સ, 2 વિદ્યાર્થી, 7 કાપડના વેપારી, ઈલેક્ટ્રિશિયન, ટેક્ષટાઈલ માર્કેટ કર્મચારી, સેન્ટ્રલ ઝોનના સેનેટરી ઈન્સપેક્ટર, વેસ્ટ ઝોનમાં કાપડના વેપારી, એસ્સારના એન્જિનિયર, જરીના વેપારી, તેલના વેપારી, હીરા વેપારી, પાલિકા કર્મચારી, મામલતદાર કચેરીના કર્મચારી સંક્રમિત થયા છે.

હેલ્થ વર્કર, પ્રાઈવેટ ડોક્ટર, રત્નકલાકાર કોરોના સંક્રમિત

વરાછા ઝોનમાં મેડિકલ રિપ્રેઝન્ટેટીવ, રત્નકલાકાર, સીએ ઓફિસના કર્મચારી, સેન્ટ્રલ ઝોનમાં કાપડના વેપારી, જરીના વેપારી, વિદ્યાર્થી, લિંબાયત ઝોનમાં કાપડના વેપારી, મિકેનિકલ એન્જિનિયર, કતારગામ ઝોનમાં પ્રાઈમરી હેલ્થ વર્કર, પ્રાઈવેટ ડોક્ટર, રત્નકલાકાર તેમજ સાઉથ ઝોનમાં એન્જિનિયર અને જમીન દલાલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here