ખેડૂતો માટે લંગરથી આવ્યું જમવાનું, તોમર અને ગોયલે પણ સાથે લંચ કર્યું; આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને વળતર આપવાની માંગ

0
14

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 35મો દિવસ છે. વિજ્ઞાન ભવનમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓની સરકાર સાથે મીટિંગ ચાલી રહી છે. ખેડૂત નેતાઓએ માંગણી કરી છે કે, આંદોલન દરમિયાન તેમના જે સાથે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને ન્યાય અને વળતર મળવું જોઈએ. મીટિંગમાં સરકાર તરફથી કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલ મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ હાજર છે.

મીટિંગ પહેલાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, નવા કૃષિ કાયદા બન્યા પછી ઉત્તર પ્રદેશમાં પાકની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તેની ખરીદ કિંમત ટેકાના ભાવ કરતાં નીચા થઈ રહ્યા છે. અનાજનો ભાવ 800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યો છે. અમે મીટિંગમાં આ મુદ્દો ઉઠાવીશું.

આ દરમિયાન ખેડૂતો માટે લંચ લંગરથી આવ્યું હતું અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલ મંત્રી પિયુષ ગોયલ પણ તેમની સાથે જ લંચમાં જોડાયા હતા

શાહે 3 મંત્રી સાથે 2 કલાક બેઠક કરીને સ્ટ્રેટેજી બનાવી

સંયુક્ત ખેડૂત મોરચાએ વાતચીત માટે રાજી હોવાનો ઈ-મેલ મંગળવારે સરકારને મોકલ્યો હતો. ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહ, કૃષિમંત્રી નરેન્દ્ર તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે મીટિંગ કરીને સ્ટ્રેટેજી બનાવી. કૃષિમંત્રીએ શાહને જણાવ્યું, સરકારે ખેડૂતોને કેવા કેવા પ્રપોઝલ મોકલ્યા છે અને ખેડૂતોનો શું એજન્ડા છે. 2 કલાક ચાલેલી બેઠકમાં ચર્ચા થઈ કે બન્ને પક્ષોના એજન્ડામાં જે અંતર છે એને કેવી રીતે ઘટાડી શકાય.

અપડેટ્સ…

ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ, પંજાબના જોઈન્ટ સેક્રેટરી સુખવિંદર સિંહ સબરાએ કહ્યું હતું કે સરકાર સાથેની ગત વખતની બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું, આજે પણ કોઈ નિવેડો આવે તેવી આશા નથી. સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા લઈ લેવા જોઈએ.

ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દેશમાં વિપક્ષનું મજબૂત હોવું જરૂરી છે, જેથી સરકારનો ભય રહે, પણ આવું ન હોવાને કારણે ખેડૂતોએ રસ્તા પર ઊતરવું પડે છે. કૃષિ કાયદાના વિરુદ્ધ વિપક્ષોએ રસ્તા પર પ્રદર્શન કરવા જોઈએ.

ખેડૂતોના સમર્થનમાં પંજાબમાં લોકોએ રિલાયન્સ જિયો ટાવર્સને નુકસાન પહોંચાડ્યું છે. તેથી કંપનીએ પંજાબના મુખ્યમંત્રી અને ડીજીપીને ચિઠ્ઠી લખીને દખલ દેવાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here