દહેગામ : વસંત મસાલા ફેકટરીમાં કામ કરતાં 17 મજૂરોને મામલતદાર દ્વારા જમવાની વ્યવસ્થા પૂરી કરવામાં આવી

0
53

ગાંધીનગર જવાના રોડ ઉપર આવેલી વસંત મસાલાની ફેક્ટરી માં કામ કરતા કેટલાક મજૂરો લોકડાઉન ના હિસાબે છેલ્લા બે માસથી પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જઈ શકતા ન હોવાથી મજૂરો અટવાઈ પડેલ છે. દહેગામ મામલતદાર એચ.એલ.રાઠોડ અને સુમેરુ ભાઈ અમીન ફેક્ટરી માં જઈને છેલ્લા ઘણા દિવસથી આ પરપ્રાંતીયો ને જમવાની સુવિધા આપી રહ્યા છે. આ મજૂરો છતીસગઢ અને બિહાર બાજુના ૧૭ જેટલા મજુરો ને આવતીકાલે તેમના વતન પહોચાડવામાં આવશે તેવી માહિતી સ્થાનિક મામલતદારે આપી હતી. આમ દહેગામ તાલુકામાં રહેતા પરપ્રાંતિયોને ધીમે ધીમે પોતાની વતનની વાટ પકડી છે અને ગઈકાલે દહેગામ તાલુકામાંથી કેટલાક મજૂરો ગાડી લઈને પોતાના વતન જવા નીકળ્યા હતા. ત્યારે ગાડીને અકસ્માત થતાં એ મજૂરોના મોત થયા હોવાની માહિતી મળવા પામેલ છે.

બાઈટ : વિશ્વનાથ શર્મા, ( છતીસગઢ, મજુર )

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here