રાજકોટ આગ દુર્ઘટના : મેડિકલ સાધનમાં આગ લાગી હોવાનું તારણ.

0
0

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં તાજેતરમાં લાગેલી આગનો તપાસ રીપોર્ટ સામાન્ય વહીવટ વિભાગ-GAD-ને સોપવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, આ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી નહીં પરંતું કોઇ મેડિકલ સાધનમાં આગ લાગી હતી. અને જેમાં છ દર્દીઓના કરૂણ મોત નિપજ્યા હતા. અલબત્ત આ મેડિકલ સાધન કર્યું છે એનો કોઇ ખુલાસો કરાયો નથી.

રાજ્ય સરકારે અધિક મુખ્ય સચિવ એ.કે રાકેશને તપાસ સોંપી હતી. તેમણે ફોરેન્સિક લેબોરીટ્રીની તપાસ સાથેનો અહેવાલ આપ્યો છે. જેમાં એવું તારણ આપવામાં આવ્યું છે કે, આ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ નથી. પરંતુ ટેકનિકલ કારણોસર આગ લાગી છે. અને કોઇ મેડિકલ સાધનમાં આગ લાગતા તેનો ફેલાવો થયો હતો. તપાસમાં એ.કે રાકેશે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેના પર ભાર મૂકીને કેટલીક સુચનાઓ અને સલાહ પણ આપી છે.

એમ મનાય છે કે ધમણ નામના વેન્ટિલેટરમાં આગ લાગી હોય શકે… કેમ કે તેની ગુણવત્તા સામે અનેક સવાલો થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here