મેડિકલ સાયન્સની કમાલ : IVF ટેક્નોલોજીથી 3 ભ્રૂણથી 4 બાળકોએ જન્મ લીધો

0
0

3 ભ્રૂણથી 4 બાળકનો જન્મ થવાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. લગ્નનાં 8 વર્ષ બાદ બાળક ન થતાં એક મહિલાએ IVF પ્રક્રિયા અપનાવી અને 4 બાળકોને જન્મ આપ્યો. 4 બાળકોનાં જન્મ થવા પર તેને ક્વાડ્રપ્લેટ્સ કહેવાય છે. ટ્રીટમેન્ટ કરનાર ઈન્ફર્લિટી અને IVF એક્સપર્ટ ડૉ. ગૌરી અગ્રવાલ કહે છે કે, સંપૂર્ણ પ્રોસેસ કરતાં પહેલાં કપલનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.

3 ભ્રૂણથી 4 બાળકો કેવી રીતે જન્મ્યા સમજો
ડૉ. ગૌરી અગ્રવાલનું કહેવું છે કે, IVF પ્રક્રિયાની શરૂઆતમાં મહિલામાં ઈમ્પ્લાન્ટ કરવા માટે 3 ભ્રૂણ તૈયાર કરવામાં આવ્યા. ભ્રૂણ ઈમ્પ્લાન્ટ કર્યાના 16 અઠવાડિયાં બાદ મહિલાનું સર્વાઈકલ સ્ટિચિંગ કરવામાં આવ્યું. ગર્ભમાં ઉછરી રહેલા 3 ભ્રૂણમાંથી 1 ભ્રૂણ 2 ભાગમાં વહેંચાયું અને એક નવું બાળક જન્મ્યું. આ પ્રકારે 3 ભ્રૂણથી 4 બાળકો ગર્ભમાં ઉછેરવા લાગ્યા. ત્યારબાદ ડિલિવરી સુધી મહિલાની તપાસ અને દરેક નાના નાના ફેરફારો પર ધ્યાન રાખવામાં આવ્યું. મહિલાએ 4 સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો.

શું છે IVFની પ્રક્રિયા 3 પોઈન્ટમાં સમજો

  • IVF એન્ડ સરોગસી હોસ્પિટલ સીડ્સ ઓફ ઈનોસન્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડૉ.ગૌરી અગ્રવાલ કહે છે કે, IVF અર્થાત ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન ગર્ભધારણની કૃત્રિમ પ્રક્રિયા છે.
  • IVF પ્રક્રિયાથી જન્મેલા બાળકોને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ એવી મહિલાઓ માટે કરવામાં આવે છે જેઓ કુદરતી રીતે માતા બની શકતી નથી.
  • IVF પ્રક્રિયામાં મહિલાના એગ્સ અને પુરુષના સ્પર્મને લેબમાં ફર્ટિલાઈઝ કરી ભ્રૂણ ડેવલપ કરવામાં આવે છે. ત્યારબાદ તે ભ્રૂણને મહિલાના ગર્ભમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ગર્ભકાળનો સમય પૂરો થયા બાદ માતા બાળકને જન્મ આપે છે.

IVF અને સરોગસીમાં શું તફાવત છે
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, IVFમાં લેબમાં ભ્રૂણ તૈયાર કર્યા બાદ તેને માતાના ગર્ભમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે જ્યારે સરોગસીમાં લેબમાં આર્ટિફિશિયલ રીતે તૈયાર થયેલા ભ્રૂણને અન્ય કોઈ મહિલાના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જોકે તેમાં માતાપિતાના જ એગ અને સ્પર્મનો ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here