Saturday, September 18, 2021
Homeતબીબી સેવા : મહુધા કેળવણી મંડળ વચ્ચે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવા...
Array

તબીબી સેવા : મહુધા કેળવણી મંડળ વચ્ચે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવા અધ્યાયનો આરંભ

ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી અને મહુધા સ્થિત મહુધા કેળવણી મંડળ વચ્ચે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવા અધ્યાયનો આરંભ થયો છે. મહુધા તેમજ તેની આસપાસના ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ન્યૂનતમ ખર્ચે આધુનિક તબીબી સેવાઓ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી -ચારુસેટ યુનિવર્સિટીના ઉપક્રમે મહુધા કેળવણી મંડળ સંચાલિત કેમ્પસમાં ટૂંક સમયમાં ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટર અંતર્ગત ફિજીયોથેરાપી સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

મહુધા કેળવણી મંડળ સંચાલિત કેમ્પસમાં ફિજીયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે અને કોમ્પ્યુટર સેન્ટરને અત્યાધુનિક અને અપગ્રેડ કરવા માટે છેલ્લા દોઢ માસથી માતૃસંસ્થાના ખજાનચી આર. વી. પટેલ દ્વારા પ્રયાસો ચાલતા હતા. જેની ફલશ્રુતિરૂપે ફિજીયોથેરાપી સેન્ટર શરૂ કરવાનો અને કોમ્પ્યુટર સેન્ટરને અત્યાધુનિક અને અપગ્રેડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મહુધા કેળવણી મંડળ દ્વારા પોતાના શૈક્ષણિક સંકુલમાં વિશાલ હોલમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે જયારે ચારુસેટ પોતાની સ્કીલ અને નિષ્ણાતોની સેવા આપશે. આ સેન્ટરનું મહુધા કેળવણી મંડળ અને ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા સંયુક્તપણે સંચાલન કરવામાં આવશે.

આ સેન્ટરમાં ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફિજીયોથેરાપી ના પ્રિન્સીપાલ ડૉ. બાલા ગણપતિના નેતૃત્વમાં અત્યાધુનિક અને ઉત્કૃષ્ટ તબીબી ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ ARIP– ફીજીયોથેરાપી યુનિટમાં સર્વાઈકલ સ્પોન્ડાઈલોસીસથી લઈને બેક પેઈન, પેરાલિસીસ, સેરેબ્રલ પાલ્સી, રમતગમતને લગતી ઈજાઓ માટે વિવિધ પ્રકારની ફિઝિયોથેરાપી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સિવાય કોમ્પ્યુટર સેન્ટર અપગ્રેડ કરવામાં પણ આવશે જેમાં ચારુસેટના કોમ્પ્યુટરના નિષ્ણાતોની ટીમ મહુધા કેળવણી મંડળમાં સેવા આપશે.

પ્રારંભિક તબક્કામાં રૂ. ૩૦ લાખના ખર્ચે થનાર આ સેન્ટરના વિકાસ માટે મહુધા કેળવણી મંડળ દ્વારા દાન માટે દેશ પરદેશના વિવિધ દાતાઓનો સંપર્ક અને વિચારવિમર્શ કરવામાં આવી રહ્યો છે. આ સમજૂતીકરાર અંતર્ગત મહુધા કેળવણી મંડળ સંચાલિત કેમ્પસમાં શૈક્ષણિક અને આરોગ્યલક્ષી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. ફિજીયોથેરાપી સેન્ટર શરૂ કરવા અને કોમ્પ્યુટર સેન્ટરને અપગ્રેડ કરવા માટે ચારૂસેટ યુનિવર્સિટી અને મહુધા કેળવણી મંડળ વચ્ચે 23મી જુલાઇ, શુક્રવારે સમજૂતીકરાર- (એમ.ઓ.યુ.) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુ પર હસ્તાક્ષર દરમિયાન ચારૂસેટ યુનિવર્સીટી તરફથી માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોક પટેલ, માતૃસંસ્થાના ખજાનચી આર. વી. પટેલ, કેળવણી મંડળ સહમંત્રી ગીરીશભાઈ બી. પટેલ, સહમંત્રી મધુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહુધા કેળવણી મંડળ તરફથી સેક્રેટરી મહેશભાઈ પટેલ અને ખજાનચી સારંગભાઈ પરીખ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments