પ્રાંતિજ નગરપાલિકા ખાતે સામાન્ય સભા ની બેઠક યોજાઇ.

0
38

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકાની સામાન્ય સભા ની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ ચર્ચાઓ સાથે પાણી ની સમસ્યા નો મુદા સાથે વેરા વસુલાત નો મુદો મોખરે રહ્યો હતો તો માગણા બીલ વધારા સહિત પાણી વેરામાં ૬૦૦ ના ૧૨૦૦ કરાયો કોગ્રેસ ના કોર્પોરેટર સહિત બે અપક્ષો કોર્પોરેટરો એ વિરોધ નોંધાવ્યો.

વિવિધ પ્રશ્નો ની ચર્ચાઓ કરવામાં આવી.
માગણા બીલ મા વધારો સહિત પાણી વેરામાં ૬૦૦ ના ૧૨૦૦ કરવામાં આવ્યા.
CAA ના કાયદા ને પાલિકા સાહસક પક્ષે બિરદાવ્યો.
વિરોધ પક્ષ ના નેતા તથા બે અપક્ષો નો પાણી વેરામાં તથા CAA ના કાયદા નો વિરોધ.

પ્રાંતિજ નગરપાલિકા ના સભાખંડમાં નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન પટેલ ના અધ્યક્ષતામા સામાન્ય સભા ની બેઠક યોજાઇ હતી જેમાં કારોબારી અધ્યક્ષ કોકીલાબેન વિજરભાઇ પટેલ તથા ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ , ચીફ ઓફિસર વિશાલ ભાઇ પટેલ નગરપાલિકા બાંધકામ સમિતિ ના ચેરમેન અરવિંદભાઇ પરમાર , કોર્પોરેટરો દિલીપભાઇ રાવળ, દિપકભાઇ કડીયા , કોર્પોરેટર ધવલભાઇ રાવલ , રાજેશભાઇ ટેકવાણી , જગદીશભાઇ કિમતાણી , વિરોધ પક્ષ ના નેતાઅને કોર્પોરેટરો દિપ્તીબેન બ્રહ્મભટ્ટ તથા અપક્ષ કોરપોરેટ રાણા ભાઇ વકીલ સહિત ના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં પીવાના પાણીની વધતી જતી સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા ઓ કરવામાં આવી હતી.

બાઈટ : અરવિંદભાઇ પરમાર (નગરપાલિકા બાંધકામ સમિતિ ના ચેરમેન)

૧૯૨૦ અને ૨૦૨૧ ના બજેટ ને લઇને ૧૯૨૦ પુરાણ બજેટ ૧૬કરોડ ૨૨ લાખ અને ૨૦૨૧ નું બજેટ ૧૬ કરોડ ૯૧ લાખ નું જેમાં નગરના સાર્વજનિક વિકાસ આરોગ્ય પાણી ની સમસ્યા જેવી વિવિધ કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું છે ટેક્ષ ના દરોમાં ભાવ માં વધારો કરવામાં સહિત ની ચર્ચાઓ કરવામાં આવી હતી તો માગણા બીલ માં વધારા ની સાથે ખાસ પાણી વેરામાં હાલ ના ૬૦૦ ના ૧૨૦૦ રૂપિયા કરવાની રજુઆત થતાં વિરોધ પક્ષ ના નેતા દિપ્તીબેન બ્રહ્મભટ્ટ તથા અપક્ષ ના કોર્પોરેટરો રાણાભાઇ વકીલ સહિત કુલ-૩ કોર્પોરેટરોએ વિરોધ દશાવ્યો હતો પણ સાહસક પક્ષ પાસે બહુમતી હોવાથી ઠરાવ પાસ થયો હતો જયારે CAA ના કાયદા ને પાલિકા સાહસક પક્ષે બિરદાવ્યો હતો તો વિરોધ પક્ષ ના નેતા તથા બે અપક્ષ કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો પ્રાંતિજ મા વિકાસલક્શી કામો અંગે ની ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી.

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here