ગુજરાતમાં લોકડાઉન અંગે નિર્ણય લેવા 5 વાગ્યે હાઈ લેવલ કોર કમિટીની મીટિંગ, રાત સુધીમાં ગાઈડલાઈન બહાર પાડશે

0
8

રાજ્ય માં આવતીકાલથી લોકડાઉન 4.0 શરૂ થવા અંગે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલથી વેપાર, ઉદ્યોગ-ધંધા અને ઓફિસમાં કેવી રીતે આગળ વધવું તે બાબતે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન જાહેર થશે. ત્યાર બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યે હાઈ લેવલ કોર કમિટીની મીટિંગ મળશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનો અભ્યાસ કરીને ગુજરાતના અલગ અલગ શહેરો, જિલ્લા અને મહાનગરોમાં કઈ રીતે આગળ વધવું તે અંગે વિચારણા કરવામાં આવશે. ત્યાર બાદ સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ડિટેઈલ્ડ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here