રાજકોટ : પોલીસની દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ, હજારો લિટર દારૂ અને આથાનો નાશ કરાયો

0
20

રાજકોટ: ક્રિષ્ના વોટર પાર્કમાં પોલીસની દારૂની મહેફીલ બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. આજે ત્રીજા દિવસે પણ દેશી દારૂના અડ્ડાઓ પર ધોંસ બોલાવવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડાઓ પર મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં હજારો લિટર દેશી દારૂ અને આથાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

યુનિવર્સિટી રોડ પર જનતા રેડ

શહેરના યુનિવર્સિટી રોડ પર ખરાબ રસ્તા અને દેશી દારૂના મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સોસાયટીની મહિલાઓએ વિરોધ કરી દારૂનું વેચાણ કરતા અડ્ડાઓ પર રેડ કરી હતી. જે.કે. ચોક નજીક જનતા રેડ પડતા દારૂનું વેચાણ કરતા લોકો ફરાર થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here