જામનગર જિલ્લામાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું….જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા 30 ટીમ બનાવી ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા….કોમ્બિંગમાં એએસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા…દારૂના હાટડા ઉપર દરોડા, 20 જેટલા નાસતા ફરતા આરોપીઓને ઝડપવાની કાર્યવાહી કરવામાં આવી છે….
વહેલી સવારે પાંચ વાગ્યે કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું….શહેરના મચ્છર નગર, મટન માર્કેટ, ભીમ વાસ, પટણીવાડ દરોડા પાડવામાં આવ્યા હતા…તો ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ-જોડિયા કાલાવડમાં પણ પોલીસ દ્વારા દરોડાનો દોર ચાલી રહ્યો છે….
જામનગર શહેરમાં સીટી એ ડિવિઝન,સિટી સી અને સિટી બી ડિવિઝન દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે…. ખાસ કરીને જામનગર જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની પોલીસને અવારનવાર રજૂઆતો કરવામાં આવતી હતી જેના પગલે મેગા કોમ્બિંગ યોજવામાં આવ્યું છે….ડીવાયએસપી સંદીપ ચૌધરી ની આગેવાનીમાં સમગ્ર જિલ્લામાં દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે…..
ડીવાયએસપી અજયસિંહ જાડેજા એલસીબીના પીઆઇ આર.એ.ડોડીયા,સિટી સીના પીઆઇ પરમાર સહિતના પોલીસકર્મીઓ મેગા કોમ્બિંગ માં જોડાયા હતા….
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર