ચોમાસું : રાજ્યમાં 24 કલાકમાં 16 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ ડાંગના વઘાઈ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

0
3

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં 10 તાલુકામાં અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ ડાંગના વઘાઈ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ નર્મદા, તાપી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, કચ્છ, રાજકોટ, આણંદ, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડ્યો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ફરી ઉકળાટ તેમજ ગરમીનો માહોલ સર્જાયો છે.

24 કલાકમાં 10 તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(MM)
ડાંગ વઘાઈ 33
નર્મદા ડેડીયાપાડા 28
તાપી ડોલવાણ 25
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 24
જૂનાગઢ મેંદરડા 21
જૂનાગઢ જૂનાગઢ 18
જૂનાગઢ જૂનાગઢ શહેર 18
કચ્છ લખપત 16
રાજકોટ ધોરાજી 15
આણંદ સોજીત્રા 14

 

આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ 5 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે તારીખ 5,6 અને 7 ઓગસ્ટે રાજ્યમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં 42 ટકા જેટલો વરસાદ થયો છે.

આ વર્ષે જુલાઈમાં 42% વરસાદ

જુલાઇ મહિનામાં 42 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ મહિનામાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. જુલાઇમાં સિઝનનો 42.33 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ કચ્છમાં 14.4 અને ઓછો ઉત્તર ગુજરાતમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 19.2 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here