Saturday, September 18, 2021
Homeમેઘ મહેર : પૂર્વ કચ્છમાં ફરી વરસાદી માહોલ જામ્યો
Array

મેઘ મહેર : પૂર્વ કચ્છમાં ફરી વરસાદી માહોલ જામ્યો

કચ્છ જિલ્લામાં ગઈકાલ રાત્રે જિલ્લાના પૂર્વ વિસ્તાર એવા ગંધીધામ, ભચાઉ અને રાપર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. નખત્રાણામાં પણ વરસાદની હાજરી નોંધાઇ હતી. ત્યારે હવામાન વિભાગની આગાહીના બીજા દિવસે ફરી પૂર્વ કચ્છના ગાંધીધામ, કંડલા અને ભચાઉ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

કચ્છમાં સચરાચર વરસાદની આશ લગાવી બેઠેલાં લોકોની અપેક્ષા વચ્ચે હવામાન વિભાગે આપેલી બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે આજે શનિવારે બપોરે 2.30 વાગ્યે કંડલામાં વરસાદ પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ગાંધીધામ અને ગળપાદર ભચાઉ ધોરીમાર્ગ પર બપોરે 2.45 આસપાસ ભારે વરસાદ વરસતા વાહનોની ગતિ ધીમી પાડવાની ફરજ પડી હોવાનું ચાલકોએ જણાવ્યું હતું.

માર્ગ પર ટોલ તંત્ર દ્વારા ચાલી રહેલા સમાંરકામના કારણે વચ્ચે રહેલા ખાડાઓમાં બાઈક ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી બે ત્રણ બાઈક ચાલકો તેમાં સ્લીપ થતા સામાન્ય ઇજાગ્રસ્ત થયા હોવાનું સુરજબારીના સલીમભાઈ ધેડાએ કહ્યું હતું.

બપોરના 3.30 વાગ્યા આસપાસ ભચાઉ તાલુકાના વોન્ધા, વિજપાસર, રામદેવપીર અને સમાખીયાળી નજીક એકાદ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે ભચાઉમા સામાન્ય ઝાપટું પડ્યું હતું. ચાર વાગ્યા બાદ કાંઠા વિસ્તારના જંગી ગામે પણ જોરદાર વરસાદ શરૂ થવા પામ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments