સુરતઃ છેલ્લા બે દિવસથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મોટા ભાગના રેલવે સ્ટેશનના ટ્રકો પર પાણી ફરી વળ્યા છે. ગત રોજ સાત જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે 9 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. અને કેટલીક ટ્રેનોને ટુંકાવી દેવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ સુધીના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ અટવાઈ ગયા છે. જોકે, આ માટે રેલવે વિભાગ દ્વારા ટ્રેનો અલગ અલગ સ્ટેશનો પર ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. અને મુસાફરોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને એમની સલામતી જળવાય તે હેતુથી આરપીએફને મેદાને ઉતારવામાં આવી છે.
વિશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ
મુંબઈમાં ભારે વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ તરફના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. આ સંજોગોમાં રેલવે માર્ગે મુંબઈ તરફ જતા મુસાફરોને રસ્તા માર્ગે મુંબઈ જવાની સહાયતા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી તંત્ર દ્વારા સુરત અને વલસાડ રેલવે સ્ટેશનથી બોરિવલીની વિશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.ગુજરાત એસટીએ તાજેતરના વાયુ વાવાઝોડાની વિપદામાં અનેક નાગરિકો યાત્રિકોને ઊંચાણવાળા સલામત સ્થળે પહોંચાડવાની પ્રસંશનીય સેવાઓ બાદ આ વરસાદી આફતમાં પણ પ્રજાજનોની પડખે ઉભા રહીને એસટી તંત્રએ જનસેવાની ઉત્કૃષ્ટતા દર્શાવી છે.
કંઈ ટ્રેન રદ થઈ
- સુરત-મુંબઈ-સુરત(12922-12921)
- વલસાડ-મુંબઈ-વલસાડ(59024/59023)
- મુંબઈ-અમદાવાદ-મુંબઈ(12009/12010)
- મુંબઈ-અમદાવાદ(22953)
- દહાણુ-પનવેલ(69164)
- દહાણુ- બોરિવલી(69174)
- વિરાર-ભરૂચ(69149)
- બોરિવલી-સુરત(69139)
- બાંદ્રા-સુરત ઈન્ટસિટી(12935)