રાજસ્થાનના આ જિલ્લામાં મેઘરાજા બન્યા આફત, નદી પાર કરતા ત્રણ યુવક તણાયા

0
9

દેશના અનેક રાજ્યમાં મેઘરાજાના પધરામણી થઈ છે. ત્યારે રાજસ્થાનના અનેક જિલ્લામાં મેઘરાજા આફતરૂપ સાબિત થયા. રાજસ્થાનના બારાનમાં ભારે વરસાદ બાદ પાર્વતી નદીમાં પૂર આવ્યુ. પૂર વચ્ચે નદી પાર કરવા ગયેલા ત્રણ યુવક નદીના પાણીમાં તણાયા હતા.

જોકે, ભારે જહેમત બાદ આ ત્રણેય યુવકને બચાવી લેવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, રાજસ્થાનના બારાં, ટોંક અને સીકર જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અહીં નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here