દહેગામ તાલુકા મા મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી, બે દીવસથી વરસાદી માહોલ

0
35

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા ફરી બે દીવસથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી  કરતા હાલમા વરસાદી માહોલ છવાઈ ગયો છે. અને છેલ્લા ત્રણ દીવસથી વાદળછાયુ વાતાવરણ બની જતા પાણીજન્ય રોગોએ માથુ ઉચક્યુ છે અને વાદળછાયા વાતાવરણના લીધે ગામડામા ભરાયેલા પાણીમા મચ્છરોનો ઉદ્ભવ વધી જવા પામ્યો છે. હાલમા દહેગામ તાલુકામા તાવ, શરદી, કફ, હાથ પગ તુટવા, ચક્કર આવવા, ટાઢીયો તાવ આવવો આવા રોગો વધી જવા પામ્યા છે. ત્યારે પ્રાઈવેટ દવાખાનોમા દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. અને તાલુકાના ગામે ગામ મચ્છરોનો ભારે ત્રાસ વધી જવા પામ્યો છે.

 

અને મચ્છરો કરડવાથી તાવ જેવા વાવડો વધી જવા પામ્યા છે. ત્યારે  દહેગામ સામુહીક આરોગ્ય કેંદ્રમા ગરીબ દર્દીઓ ન છુટકે આવતા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. કારણ કે આ દવાખાનામા મહિલા નર્સોની સેવા બહુ જ સારી છે. પરંતુ સ્થાનિક ડોક્ટરનો સ્વભાવ નહી સારો હોવાથી દર્દીઓ પ્રાઈવેટ દવાખાને વધુ સારવાર લઈ રહ્યા છે. તેમજ આ સરકારી દવાખાનામા કેસ કાઢીને દવા લેવા આવતા દર્દીઓને અવાર નવાર ઉદ્ધત જવાબો મેડીકલ દવા આપતા કર્મચારીથી પણ દર્દીઓ હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. અને આ કર્મચારી સાથે દરરોજ દર્દીઓ સાથે અવાર નવાર ઝઘડા થવાના અહેવાલો સાંપડ્યા છે તો દર્દીઓ આવા કર્મચારીઓથી ત્રાસી ગયા છે. તો જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે તકેદારીના પગલા ભરે તેવી જનતાની માંગ છે.

 

  • દહેગામ તાલુકા અને શહેરના માર્ગોમા ખાડાઓમા પાણી ભરાઈ જતા પાણીજન્ય રોગચાળોએ માથુ ઉચક્યુ
  • તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા વાદળછાયા વાતારણના લીધે શરદી, કફ, ચક્કર આવવા, માથુ દુખવુ, હાથ પગ તુટવા જેવા રોગો વધી જવા પામ્યા છે
  • દહેગામ સામુહીક આરોગ્ય કેંદ્રના મુખ્ય ડોક્ટરના ઉદ્ધત જવાબો સામે દર્દીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે
  • આ સામુહીક આરોગ્ય કેંદ્રના મહિલા નર્સોની સેવા પ્રસંસનીય છે પરંતુ મુખ્ય ડોક્ટરથી દર્દીઓ અને નર્સો ત્રાસી જવા પામી છે
  • જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસના ચક્રો ગતીમાન કરે તેવી માંગ થવા પામી છે

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here