અતિભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાની હાથતાળી, વરસાદની કાગડોળે રાહ જોતા સુરતવાસીઓ

0
5

હવામાન ખાતાની ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા હાથતાળી આપીને જતા રહેતા શહેરીજનો અને ગ્રામ્યજનો વરસાદની કાગડોળે રાહ જોતા થઇ ગયા છે.સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદની આગાહી થઇ રહી છે. પરંતુ દિવસના વાદળીયુ હવામાન નોંધાવવાની સાથે કોઇક વખત સામાન્ય વરસાદના ઝાપટા પડે છે.

દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓને બાદ કરતા સુરત શહેરમાં હવામાન વિભાગની આગાહી ખોટી પડી હોઇ તેમ વરસાદ વરસ્યો નથી. આજે પણ સવારે છુટાછવાયા ઝાપટા નોંધાયા બાદ દિવસના કયારેક સૂર્યદેવતા પ્રગટ થતા રહેતા હતા. તો કયારેક ગાયબ થતા વાદળીયુ હવામાન જોવા મળ્યુ હતુ.

આજે સુરત શહેર નું અધિકતમ તાપમાન ૩૦.૭ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૮૯ ટકા, હવાનું દબાણ ૦૯૯૨.૬ મિલીબાર અને દક્ષિણ-પૂર્વ દિશામાંથી કલાકના ૩ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here