Thursday, August 5, 2021
No menu items!
Homeમેઘમહેર : રાજ્યમાં આગાહી વચ્ચે 18 તાલુકામાં મેઘરાજાની મહેર, ભરૂચના અંકલેશ્વરમાં સૌથી...
Array

મેઘમહેર : રાજ્યમાં આગાહી વચ્ચે 18 તાલુકામાં મેઘરાજાની મહેર, ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ 15 મિમિ વરસાદ

  • સુરતના ઓલપાડમાં 9 મિમિ, મહીસાગરના કડાણામાં 7 મિમિ, બારડોલીમાં 6 મિમિ વરસાદ.
  • મહેસાણાના વિસનગર અને વલસાડના પારડીમાં 5-5 મિમિ વરસાદ.
  • 12 જુલાઈએ રાજ્યના 179 તાલુકામાં વરસાદ, સૌથી વધુ 5 ઈંચ વલસાડના ઉમરગામમાં નોઁધાયો.

ગાંધીનગર. વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાજ્યના 18 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 15 મિમિ પડ્યો છે. જ્યારે સુરતના ઓલપાડમાં 9 મિમિ, મહીસાગરના કડાણામાં 7 મિમિ, બારડોલીમાં 6 મિમિ, મહેસાણાના વિસનગર અને વલસાડના પારડીમાં 5-5 મિમિ વરસાદ નોંધાયો છે.

સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાનનો 5 મિમિથી વધુ વરસાદ

લ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
ભરૂચ અંકલેશ્વર 15
સુરત ઓલપાડ 9
મહીસાગર કડાણા 7
સુરત બારડોલી 6
મહેસાણા વિસનગર 5
વલસાડ પારડી 5

 

3  દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી

રવિવારે રાત્રિથી લઇને બુધવાર સુધી આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે.

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો

12 જુલાઈએ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રાજ્યના 179 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં પડ્યો હતો. જ્યારે સુરતના કામરેજ અને ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત નવસારી, વલસાડના કપરાડા, વડોદરાના પાદરા, નવસારીના જલાલપોર, મહેસાણા, ભાવનગરના વલ્લભીપુર, વલસાડના વાપી, ખેડાના વસો અને  સુરતના માંગરળોમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને પોશીના, તાપીના વાલોડ, સુરતના પાલસણા, ગણદેવી અને સુરત શહેર, ખેડાના માતર અને ખેડા, ભરૂચના હાંસોટ અને ભરૂચ, પંચમહાલના ગોધરા, મહેસાણાના જોટાણા, ભાવનગરના ઉમરાળામાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

ગઈકાલે 12 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલો 1થી વધુ મિમિ વરસાદ  

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
વલસાડ ઉમરગામ 131
સુરત કામરેજ 64
સુરત ઉમરપાડા 59
નવસારી નવસારી 50
વલસાડ કપરાડા 49
વડોદરા પાદરા 48
નવસારી જલાલપોર 45
મહેસાણા મહેસાણા 44
ભાવનગર વલ્લભીપુર 43
વલસાડ વાપી 42
ભરૂચ અંકલેશ્વર 41
ખેડા વસો 38
સુરત માંગરોળ 36
સાબરકાંઠા હિંમતનગર 35
તાપી વાલોડ 34
સુરત ચોર્યાસી 32
સુરત પાલસણા 32
નવસારી ગણદેવી 32
સુરત સુરત શહેર 31
ખેડા માતર 30
ભરૂચ હાંસોટ 30
વલસાડ ધરમપુર 30
સાબરકાંઠા પોશીના 27
ખેડા ખેડા 27
વડોદરા વડોદરા 27
ભરૂચ ભરૂચ 27
પંચમહાલ ગોધરા 26
મહેસાણા જોટાણા 25
ભાવનગર ઉમરાળા 25
સુરત મહુવા 24
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments