Monday, October 18, 2021
Homeદહેગામ તાલુકા અને શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.
Array

દહેગામ તાલુકા અને શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.

દહેગામ તાલુકાની શહેરમાં આજે વરસાદી માહોલ છવાયો.
વરસાદ જોરદાર તૂટી પડતાં આવતા જતા વાહનચાલકોને કરવો પડ્યો પરેશાનીનો સામનો.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ઉપર જાડો પડી જતાં વાહનચાલકો અટવાયા.                             દહેગામમાં સત્તાવાર માહિતી મુજબ દોઢ ઇંચ વરસાદ પડ્યો

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય માર્ગો ઉપર વરસાદી માહોલ છવાઇ જવા પામ્યો છે. ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઇ જતાં કેટલાક બાઇકચાલકો પાણીમાં ફસાઈ જવા પામ્યા હતા. વરસાદ જોરદાર તૂટી પડતાં લોકો જોતા જ રહી જવા પામ્યા હતા. વરસાદ ચાલુ થઈ જતા લોકો ઘરની ગેલેરીમાંથી વરસાદ કેટલો પડે છે તે નિહાળી રહ્યા હતા. દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ થી કેટલાક મુખ્ય માર્ગો ઉપર ઝાડ પડી જતાં વાહનચાલકો પરેશાન થવાના અહેવાલો મળેલ છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments