Thursday, August 5, 2021
Homeદહેગામ તાલુકામાં ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર...
Array

દહેગામ તાલુકામાં ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

દહેગામ તાલુકામાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.
વરસાદ આવી જતા ખેડૂતોમાં વ્યાપેલી ભારે ખુશી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને બાફ તેમજ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે દહેગામ પંથકમાં ગાજવીજ સાથે ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતાં ઠંડક પ્રસરી જવા પામી છે. અને દહેગામ તાલુકાના ખેડૂતોએ જે વાવણી કરી હતી તેમાં વરસાદ ચાલુ થતાં જગતના તાતને ખુશી વ્યાપી જવા પામી છે. આમ દહેગામ શહેરમાં બપોરના એક વાગ્યાના સમયથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વરસાદી માહોલ જેવું લાગી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરેલા નજરે પડી રહ્યા છે. ઘણા દિવસ પછી વરસાદનું આગમન થતાં તાલુકા અને શહેરની જનતા માં ખુશીનો માહોલ પણ છવાઈ જવા પામ્યો છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ,ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments