મેઘ મહેર : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી યથાવત,તાપીના ડોલવણમાં 6 ઈંચ વરસાદ

0
42

સુરતઃદક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી યથાવત જોવા મળી રહી છે. તાપી જિલ્લાના ડોલવણમાં વિતેલા ચોવિસ કલાકમાં 6 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. સાથે જ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 123 મીમી વરસાદ ખાબક્યો હતો. સતત વરસી રહેલા વરસાદ અને વરસાદી વાતાવરણના કારણે રોગચાળાએ માથુ ઊંચક્યું છે. શરદી-ખાંસીના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા છે તે દિવસો વિતવા છતાં બહાર નીકળ્યાં નથી. જેથી અમુક લોકોએ સ્થળાંતરિત થઈને જ્યાં છે ત્યાં જ રહેવાની ફરજ પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓછા થાય કે તરત ફરી વરસાદ ખાબકે એટલે નવસારી,વલસાડ અને તાપીના અમુક વિસ્તારો સતત પાણીમાં જ ગરકાવ હોય તેવી સ્થિતિ એકાદ અઠવાડીયાથી જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતના વરસાદની આંકડાકીય માહિતી

નવસારી જીલ્લાનો વરસાદ

નવસારી. 04મી.મી
જલાલપોર.00મી.મી.
ગણદેવી. 00 મી.મી.
ચીખલી. 26+મી.મી.
વાસદા. 33 મી.મી.
ખેરગામ 123 .મી.મી.

તાપી જિલ્લાનો વરસાદ

વ્યારા. 03મી.મી.
વાલોડ. 99 મી.મી.
સોનગઢ. 61 મી.મી.
ઉચ્છલ. 01 મી.મી.
નિઝર. 15 મી.મી.
કુકરમુંડા 14 મી.મી.
ડોલવણ. 139 મી.મી.

વલસાડ જિલ્લાનો વરસાદ

ઉમરગામ.. 00 મી.મી.
કપરાડા. 51 મી.મી.
ધરમપુર. 72 મી.મી.
પારડી. 22 મી.મી.
વાપી. 09 મી.મી.
વલસાડ. 120 મી.મી.

મધુબન ડેમ
સપાટી.77.90
આવક
13208
જાવક
6155

ડાંગ જિલ્લાનો વરસાદ

આહવા- 00મી.મી.
વઘઈ. 00 મી.મી.
સુબીર. 00મી.મી.
સાપુતારા. મી.મી.

સુરત જિલ્લાનો વરસાદ.

બારડોલી. 25 મી.મી.
ચોર્યાસી. 00 મી.મી.
કામરેજ. 00મી.મી.
મહુવા. 52મી.મી.
માંડવી. 00 મી.મી.
માંગરોળ. 00 મી.મી.
ઓલપાડ. 00 મી.મી.
પલસાણા. 27 મી.મી.
સુરત સીટી. 16 મી.મી.
ઉમરપાડા. 00 મી.મી

ઉકાઇ ડેમ સપાટી
339.72
આવક
1.02.332 ક્યુસેક
જાવક
92.440. કયુસેક
આજનું ડેમનું રૂલ લેવલ
340.00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here