Tuesday, December 7, 2021
Homeચોમાસું : સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 9 તાલુકામાં મેઘસવારી, ગીર સોમનાથના કોડીનારમાં 6...
Array

ચોમાસું : સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 9 તાલુકામાં મેઘસવારી, ગીર સોમનાથના કોડીનારમાં 6 ઈંચ વરસાદ, બાકીનું ગુજરાત કોરું ધાકોર

ગાંધીનગર. રાજ્યમાં ચોમાસું બેસી જવા છતાં હાલ જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી. અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગો કોરુંધાકોર હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં રાજ્યમાં ઉકળાટનો માહોલ છે.  આજે 3 જુલાઈએ રાજ્યના 3 જિલ્લાના 9 તાલુકામાં આજે વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં  6 ઈંચ નોધાયો છે, ઉપરાંત જિલ્લાના તાલાલામાં પણ બે 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે જૂનાગઢના માણાવદરમાં 14 મિમિ અને પોરબંદરમાં કુતિયાણામાં 10 મિમિ વરસાદ પડ્યો છે.

ગઈકાલે 2 જુલાઈએ નોંધપાત્ર વરસાદ નહી
ગરમી અને ઉકળાટથી બચવા માટે લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. તેવામાં સમગ્ર રાજ્યમાં વરસાદ અમુક ઠેકાણે જ પડે છે, એ પણ નજીવો પડે છે. ગઈકાલે 2 જુલાઈએ 8 જિલ્લાના 11 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો. જામનગરના કાલાવડમાં 19 મિમિ વરસાદ પડ્યો હતો.  જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં 2 મિમિ વરસાદ નોંધાયો હતા. જ્યારે અન્ય તાલુકામાં 2થી 1 મિમિ સુધી વરસાદ હતો.

ગરમી અને બફારો વધ્યો
આગામી 5 જુલાઇએ છત્તીસગઢની આસપાસ સક્રિય થનારા મજબૂત લો-પ્રેશરની અસરોથી 6થી 8 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હાલમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અરબી સમુદ્રમાં રહેલાં ભેજને લીધે વરસાદ પડી રહ્યો છે.

મોન્સૂન સિસ્ટમ એક્ટિવ થઈ નથી
દેશનાં પશ્ચિમ વિભાગમાં અરબી સમુદ્રમાં વરસાદ લાવે તેવી કોઇ એક્ટિવિટી થઇ રહી નથી. અરબી સમુદ્રમાં થોડો ભેજ છે, ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તેમજ દેશનાં ઉત્તર ભાગમાં લો-પ્રેશર બન્યું હતું, તે છત્તીસગઢથી મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી ઉત્તરપ્રદેશ તરફ આગળ વધ્યું છે. વરસાદ માટે લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન જેવી સિસ્ટમ જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments