- Advertisement -
સુરતઃદક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની સવારી આવી પહોંચી હતી. વલસાડમાં એકંદરે 6 ઈંચ જેટલો ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. વલસાડ રેલવે સ્ટેશનથી લઈને અંડર પાસ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતાં. જેથી વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી. રેલવે સ્ટેશન પર પાણી ભરાતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદના કારણે રોડ ઉખડી જતાં તંત્રની કામગીરીની પણ પોલ ખુલી ગઈ હતી.
છેલ્લા 24 કલાકના વલસાડ જિલ્લાનો નોંધાયેલ વરસાદ મી.મી
ઉમરગામ 148
કપરાડા 155
ધરમપુર. 86
પારડી. 180
વલસાડ. 137
વાપી. 204
સુરત જિલ્લાનો વરસાદ(રાત્રિના 12થી સવારના 10 સુધી)
બારડોલી 48 એમએમ
ચોર્યાસી 51એમએમ
કામરેજ 44એમએમ
મહુવા 117એમએમ
માંડવી 13એમએમ
માંગરોળ 30એમએમ
ઓલપાડ 8એમએમ
પલસાણા 95એમએમ
સુરત 42એમએમ
ઉમરપાડ નીલ