મેઘમહેર : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટ, અમરેલી અને આટકોટમાં મેઘરાજાનું આગમન

0
30

રાજકોટ:રાજકોટમાં આજે બપોર બાદ મેઘરાજાનું આગમન થયું છે. શાપર અને રાજકોટ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા લોકો નાહવા નીકળી પડ્યા હતા. જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. .બીજી તરફ આટકોટમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. આ જ જસદણ તાલુકાના વિરપર ભાડલામાં વરસાદ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ખાંભાના વાતાવરણમાં પલટો
ભાર બફારા બાદ ખાંભામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વરસાદના આગમન સાથે બાળકો પણ રસ્તા પર વરસાદી માહોલમાં નાહવા નીકળી ગયા હતા.

ધારી-અમરેલીમાં મેઘમહેર
વાદળછાયા વાતાવરણ બાદ અમરેલી અને ધારીમાં પણ બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

લાંબા સમય બાદ બોટાદમાં મેઘરાજાનું આગમન
લાંબા સમય બાદ ભાવનગર જિલ્લાના બોટાદમાં પણ મેઘરાજાએ આગમન કર્યું છે. વરસાદ આવતા છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મહત્વનુ છે કે વરસાદ ખેંચાતા આજે માર્કેટ યાર્ડ ખાતે વરૂણદેવને રીઝવવા માટે વરૂણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ક્યાંક રામધૂન તો ક્યાંય યજ્ઞ કરી ખેડૂતો અને લોકો વરૂણ દેવને રીઝવવા પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં વરસાદનું આગમન થતાં ખુશી જોવા મળી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here