- Advertisement -
વડોદરાઃ વડોદરા શહેરમાં શનિવારે મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદ વહેલી સવાર સુધી વરસ્યો હતો. વડોદરા શહેરમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
3 ઇંચ વરસાદને પગલે વડોદરા પાણી પાણી
રાત્રીના સમયે વરસેલા વરસાદને પગલે વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારો, રાવપુરા રોડ, માંડવી, દાંડિયાબજાર, ચોખંડી, ગેડીંગેટ રોડ, કિશનવાડી, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, સુભાનપુરા, ગોત્રી અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.
વડોદરા જિલ્લામાં વરસાદના આંકડા
વડોદરામાં -74 મિ.મી., પાદરામાં-16 મિ.મી., સાવલીમા-10 મિ.મી., ડેસરમાં-12 મિ.મી., કરજણમાં-39 મિ.મી., શિનોરમાં-41 મિ.મી., ડભોઇમાં-77 મિ.મી. અને વાઘોડિયામાં 77 વરસાદ ખાબક્યો હતો.