મેઘમહેર : મોરબી જિલ્લામાં ગઈકાલે મેઘરાજાની એન્ટ્રી થયા બાદ આજે બીજા દિવસે પણ મહેરબાન

0
0

મોરબી જિલ્લામાં ગઈકાલે મેઘરાજાની એન્ટ્રી થયા બાદ આજે બીજા દિવસે પણ મેઘો મહેરબાન રહ્યો હતો. અને 20 જૂન બપોરે 12 વાગ્યા સુધીમાં માળીયા પંથકમાં વધુ પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં માળીયાના કુંતાસી સહિતના આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જ્યારે સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે અન્યત્ર વરસાદી ઝાપટા પડ્યા હતા.

મોરબી જિલ્લામાં શનિવારે બપોરના સમયે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું અને જાણે ચોમાસુ બેસી ગયું હોય એમ જિલ્લામાં સાર્વત્રિક એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગઈકાલે બપોરના 4 વાગ્યા સુધી વરસાદ વરસ્યા બાદ વરાપ નીકળ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારથી આકાશમાં ઘનઘોર વાદળોની જમાવટ વચ્ચે વરસાદ પડ્યો હતો.

જિલ્લા કંટ્રોલમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ રવિવારે આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી માળીયા પથકમાં 20 મિમી એટલે કે પોણો ઈંચ વરસાદ પડ્યો હતો અને હળવદમાં 6 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે મોરબી, વાંકાનેર અને ટંકારામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here