મેઘમહેર – બપોર બાદ કચ્છમાં પણ ધોધમાર વરસાદઃ મુંદ્રામાં 7 ઇંચ, રાજ્યના 15 તાલુકામાં 3થી 12 ઇંચ સુધી વરસાદ

0
4

  • ગઈકાલે રાજ્યના 215 તાલુકામાં 16 ઈંચ સુધીનો વરસાદ નોધાયો સૌથી વધુ જામનગરના કાલાવડમાં 16 ઈંચ ખાબક્યો હતો

સીએન 24 ગુજરાત

ગાંધીનગર. વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના સૌરાષ્ટ્ર પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને હવે બપોર બાદ કચ્છમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સવારના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં કચ્છના મુંદ્રામાં 7 ઇંચ વરસાદ પડ્યો છે. તેમાં પણ છેલ્લા 2 કલાકમાં 4 ઇંચ ખાબક્યો છે. મુંદ્રા ઉપરાંત માંડવીમાં પણ 6.4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ખંભાળિયામાં 12, જામજોધપુરમાં 6.7, ભાણવડમાં 6.7, કલ્યાણપુરમાં 8.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યના 21 તાલુકામાં 1થી વધુ ઈંચ વરસાદ
જામજોધપુરમાં 172 મિમિ, ભાણવડમાં 171 મિમિ,  દ્વારકાના કલ્યાણપુરમાં 209 મિમિ, માણાવદરમાં 113 મિમિ,  કુતિયાણામાં 110 મિમિ,  રાણાવાવમાં 107 મિમિ, લાલપુરમાં 115 મિમિ, પોરબંદરમાં 95 મિમિ, જામનગરમાં 82 મિમિ, ઉપલેટામાં 79 મિમિ,  દ્વારકામાં 93 મિમિ, કાલાવડ 74 મિમિ, વંથલીમાં 70 મિમિ, કચ્છના મુન્દ્રામાં 179 મિમિ, જૂનાગઢમાં 42 મિમિ,  ધોરાજીમાં 40 મિમિ, કચ્છના માંડવીમાં 163, જલાલપોરમાં 28 મિમિ, મેંદરડામાં 43 મિમિ અને કેશોદમાં 33 મિમિ વરસાદ વરસ્યો છે.

આજે સવારના  6 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન 25 મિમિથી 291 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 9.1
જામનગર જામજોધપુર 6.7
કચ્છ મુંદ્રામા 7.04
દેવભૂમિ દ્વારકા ભાણવડ 6.73
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 8.22
જામનગર લાલપુર 4.52
જુનાગઢ માણાવદર 4.44
પોરબંદર કુતિયાણા 4.33
પોરબંદર રાણાવાવ 4.25
કચ્છ માંડવી 6.41
પોરબંદર પોરબંદર 3.74
જામનગર જામનગર 3.22
રાજકોટ ઉપલેટા 3.11
દેવભૂમિ દ્વારકા દ્વારકા 3.66
જામનગર કાલાવડ 2.91
જૂનાગઢ વંથલી 2.75

ગઈકાલે16થી લઈને 4 ઈંચ સુધી 18 તાલુકામાં વરસાદ નોઁધાયો

ગઈકાલે રાજ્યના 215 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ જામનગરના કાલાવડમાં 16 ઈંચ,  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, જામનગરના ધ્રોલ અને રાજકોટના પડધરીમાં 9 ઈંચ,  જામનગરના જોડિયા અને કચ્છના ભચાઉમાં 7 ઈંચ,  રાજકોટના લોધિકામાં 6 ઈંચ,  રાજકોટ કચ્છના અંજાર અને ગાંધીધામમાં 5 ઈંચ વરસાદ નોઁધાયો છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કચ્છના રાપર, ડાંગના વધઈ, મોરબીના ટંકારા અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 4-4 ઈંચ વરસાદ નોઁધાયો હતો.

ગઈકાલે 7 જુલાઈએ રાજ્યમાં 11 તાલુકામાં નોંધાયેલો 100 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(મિ.મિ)માં
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 299
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 209
કચ્છ મુન્દ્રા 179
જામનગર જામજોધપુર 172
દેવભૂમિ દ્વારકા ભાણવડ 171
કચ્છ માંડવી 163
કચ્છ નખત્રાણા 154
જામનગર લાલપુર 115
જૂનાગઢ માણાવદર 113
પોરબંદર કુતિયાણા 110
પોરબંદર રાણાવાવ 108

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here