ચોમાસું : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં મેઘમહેર, ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ

0
0

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલા આંકડા અનુસાર રાજ્યના 117 તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 5 ઈંચથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાત વરસાદનું જોર વધારે રહ્યું છે. આ સિવાય પૂર્વ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ કોરુંધાકોર રહ્યું છે.

રાજ્યમાં ઝાપટાંથી લઈ મધ્યમ વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં લો-પ્રેશર અને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય થયું છે. જેને કારણે રાજ્યમાં વાદળિયું વાતાવરણ સર્જાતા મોટાભાગનાં શહેરોનાં તાપમાનમાં ઘટાડો થયો છે . તેમજ આગામી 48 કલાક દરમિયાન કચ્છને બાદ કરતાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં ઝાપટાથી લઇને મધ્યમ વરસાદની જ્યારે અમદાવાદમાં 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

14 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા વરસાદ નોંધાયો છે. જેમાં 14 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં ભરૂચના અંકલેશ્વરમાં 5 ઈંચથી વધુ, પંચમહાલના મોરવા હડફ અને સુરતના કામરેજમાં 4 ઈંચ, ભરૂચમાં 3 ઈંચ, તાપીના વાલોડ અને આણંદના બોરસદમાં અઢી ઈંચ, જ્યારે છોટાઉદેપુરના નસવાડી, ક્વાંટ અને જેતપુર પાવી, તાપીના દોલવણ, સુરતના માંગરોળ અને બારડોલી, ભરૂચના ઝઘડિયા અને નર્મદાના તિલકવાડામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા 2 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિ)
ભરૂચ અંકલેશ્વર 133
પંચમહાલ મોરવા હડફ 90
સુરત કામરેજ 89
ભરૂચ ભરૂચ 72
તાપી વાલોડ 66
આણંદ બોરસદ 65
છોટાઉદેપુર જેતપુર પાવી 63
છોટાઉદેપુર નસવાડી 61
તાપી દોલવણ 59
સુરત માંગરોળ 58
છોટાઉદેપુર ક્વાંટ 52
સુરત બારડોલી 52
ભરૂચ ઝઘડિયા 50
નર્મદા તિલકવાડા 50

 

રાજ્યમાં ઝોનવાર નોંધાયેલો કુલ વરસાદ

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં આ વર્ષે 134 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનના એક જિલ્લામાં સૌથી વધુ 272 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં 114 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં 98 ટકા, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 179 ટકા અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં 117 ટકા વરસાદ નોંધાયા છે.

રાજ્યમાં ઝોનવાર નોઁધાયેલા એવરેજ વરસાદની સામે કુલ ટકાવારી

ઝોન એવરેજ વરસાદ છેલ્લા 24 કલાકનો વરસાદ કુલ વરસાદ એવરેજ વરસાદની સામે ટકાવારી
કચ્છ 412 0 1121 272.03
ઉત્તર ગુજરાત 719 0 816 113.5
પૂર્વ-મધ્ય ગુજરાત 819 15 801 97.73
સૌરાષ્ટ્ર 677 5 1215 179.4
દક્ષિણ ગુજરાત 1447 29 1694 117.06
રાજ્યની ટકાવારી 831 10.83 1112.23 133.84

 

રાજ્યમાં આ સિઝનમાં ખાબકેલો કુલ વરસાદ

મહિનો વરસાદ (મિમિમાં)
જૂન 122.24
જુલાઈ 228.66
ઓગસ્ટ 644.51
સપ્ટેમ્બર 116.82
કુલ 1112.23

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here