ચોમાસું : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં મેઘમહેર, સાણંદમાં અઢી ઈંચ અને અમદાવાદમાં બે ઈંચ વરસાદ

0
10

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 172 તાલુકામાં મેઘમહેર વરસી હતી. રાજ્યમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ અમદાવાદના સાણંદમાં વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આજે સવારે સામાન્ય વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 26 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી પ્રાપ્ય આંકડા અનુસાર અમદાવાદના સાણંદ, બનાસકાંઠાના ડીસા અને કચ્છના લખપતમાં અઢી ઈંચ, અમદાવાદ શહેર, બનાસકાંઠાના ભાભર, દિયોદર, ધાનેરા, સુઈગામ અને થરાદ, નવસારીના ગણદેવી અને નવસારી, અમરેલીના બગસરા, ખેડામાં બે ઈંચ નોંધાયો છે. બનાસકાંઠાના દાંતીવાડા, લાખણી અને દાંતા, ગાંધીનગરના દહેગામ અને કલોલ, પાટણના સરસ્વતી અને સાંતલપુર, સાબરકાંઠાના વિજયનગર, જામનગરના જોડીયા, વલસાડના ધરમપુર અને ચીખલી, ખેડાના કઠલાલ, મહુધા અને મહેમદાવાદ તથા સુરતના પાલસણામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
અમદાવાદ સાણંદ 66
કચ્છ લખપત 65
બનાસકાંઠા ડીસા 65
બનાસકાંઠા ભાભર 62
અમદાવાદ અમદાવાદ શહેર 52
બનાસકાંઠા દિયોદર 50
નવસારી ગણદેવી 49
અમરેલી બગસરા 45
ખેડા ખેડા 45
બનાસકાંઠા ધાનેરા 40
બનાસકાંઠા સુઈગામ 39
બનાસકાંઠા થરાદ 35
નવસારી નવસારી 35
બનાસકાંઠા વડગામ 33
ખેડા મહુધા 32
બનાસકાંઠા દાંતીવાડા 31
બનાસકાંઠા લાખણી 30
ગાંધીનગર દહેગામ 29
પાટણ સરસ્વતી 28
ગાંધીનગર કલોલ 28
વલસાડ ધરમપુર 28
સાબરકાંઠા વિજયનગર 26
જામનગર જોડીયા 26
ખેડા કઠલાલ 26
ખેડા મહેમદાવાદ 26
પાટણ સાંતલપુર 25
બનાસકાંઠા દાંતા 25
સુરત પાલસણા 25
નવસારી ચીખલી 25

 

આજે સવારે રાજ્યના પાંચ તાલુકામાં વરસાદ

રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાના સમયગાળા દરમિયાન રાજ્યના 5 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ઉમરગામમાં 9 મિમિ અને સુરતના કામરેજમાં 6 મિમિ વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6 વાગ્યાથી નોઁધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
વલસાડ ઉમરગામ 9
સુરત કામરેજ 6

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here