ચોમાસું : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં મેઘમહેર, નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો

0
0

ગાંધીનગર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5 ઈંચથી વધારે વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો છે. ત્યારબાદ નવસારીમાં 4 ઈંચ, વલસાડના વાપી, રાજકોટના લોધિકા, રાજકોટના ગોંડલ, ભાવનગર, ડાંગના વધઈ અને રાજકોટના કોટડાસાંગાણીમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજથી 5 દિવસ માટે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 9 તાલુકામાં સામાન્ય વરસાદ નોધાયો છે.

એક ઈંચથી ઓછો વરસાદ

આણંદના ખંભાત અને વલસાડના ઉમરગામમાં 23 મિમિ, ગીરસોમનાથના ઉનામાં 22 મિમિ, તાપીના વાલોદ અને ડાંગના આહવામાં 20 મિમિ, તાપીના દોલવણમાં 16 મિમિ, સુરતના મહુવામાં 14, સુરતના માંગરોળ અને નવસારીના ગણદેવીમાં 13 મિમિ, ભાવનગરના ઘોઘા અને નર્મદાના સાગબારામાં 12 મિમિ, અમરેલીના રાજુલામાં 11 મિમિ અને તાપીના સોનગઢમાં 10 મિમિ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોઁધાયેલા10 મિમિથી વધારે વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
નવસારી જલાલપોર 133
નવસારી નવસારી 86
વલસાડ વાપી 40
રાજકોટ લોધિકા 35
રાજકોટ ગોંડલ 31
ભાવનગર ભાવનગર 30
રાજકોટ કોટડાસાંગાણી 25
ડાંગ વધઈ 25
આણંદ ખંભાત 23
વલસાડ ઉમરગામ 23
ગીર સોમનાથ ઉના 22
તાપી વાલોદ 20
ડાંગ આહવા 20
તાપી દોલવણ 16
સુરત મહુવા 14
સુરત માંગરોળ 13
નવસારી ગણદેવી 13
વલસાડ કપરાડા 13
ભાવનગર ઘોઘા 12
નર્મદા સાગબારા 12
સુરત સુરત શહેર 12
નવસારી વાંસદા 12
અમરેલી રાજુલા 11
તાપી સોનગઢ 10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here