Saturday, September 18, 2021
Homeમેઘમહેર : વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી
Array

મેઘમહેર : વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રવિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

અમદાવાદમાં વરસાદ હાથતાળી આપી રહ્યો છે
અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

આજે સવારે નોંધાયેલો વરસાદ
આજે સવારે નોંધાયેલો વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 41 તાલુકાઓમાં વરસાદ થયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 41 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છુટોછવાયો વરસાદ થયો છે. કપરાડા, બોડેલી, જેતપુર પાવી, ગાંધીધામ, વાંસદા, ભચાઉ, અમદાવાદમાં સાણંદ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે ગાંધીનગરમાં દહેગામ, તાપીમાં વાલોદ,વ્યારા, વલસાડમાં ધરમપુર, વડોદરામાં સિનોર અને ડાંગમાં આહવામાં વરસાદ થયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર ( ફાઈલ ફોટો).
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર ( ફાઈલ ફોટો).

આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે
24 જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા ને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર- હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
ગુજરાતમાં હજુ સુધી 8.57 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.92 ટકા વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં 4.72 ઈંચ સાથે 28.35 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.43 ઈંચ સાથે 19.29 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.96 ઈંચ સાથે 22.5 ટકા, સૌરાષ્ટ્રમાં 6.61 ઈંચ સાથે 24.07 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.22 ઈંચ સાથે મોસમનો 31.92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રવિવારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી ( ફાઈલ ફોટો).
રવિવારે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી ( ફાઈલ ફોટો).

રાજ્યનાં 7 શહેરમાં ગરમીનો પારો 34 ડીગ્રી પાર કરી ગયો
અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરમાં ગરમીનો પારો 34 ડીગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળિયું વાતાવરણ સર્જાયું છે. વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 2.3 ડીગ્રી વધીને 34.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડીગ્રી વધીને 27.5 ડીગ્રી નોંધાયું હતું. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં 36.2 ડીગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર- 35.5, કંડલા એરપોર્ટ- 35.4, ભાવનગર- 35.1, અમદાવાદ- 34.9, સુરેન્દ્રનગર- 34.3 અને વલ્લભ વિદ્યાનગરમાં 34.2 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ધરોઈ ડેમમાં પણ નવા નીર આવ્યા.
ધરોઈ ડેમમાં પણ નવા નીર આવ્યા.

જળાશયોમાં નવા નીર આવ્યા
ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી, પરંતુ હજુ પણ ડેમમાં 598 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી મળી રહેશે. ભાવનગર જિલ્લામાં આવેલાં 12 જેટલાં જળાશય હાલમાં છલક સપાટીએ છે, આથી ખેત સિંચાઈને લગતો મહત્ત્વનો પ્રશ્ન એક વર્ષ માટે સોલ્વ થઈ ગયો છે તો બીજી તરફ શેત્રુંજી ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાને કારણે ત્રણ તાલુકા તથા ભાવનગર શહેર માટે પીવાના પાણીની વિશાળ જળરાશિ ઉપલબ્ધ છે. જામનગર શહેરને હંમેશાં પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું હતું અને જામનગરની જીવાદોરી સમાન રણજિતસાગર ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક થઈ હતી તેમજ વર્તુળ 2માં પણ પાણીની આવક થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments