Saturday, September 18, 2021
Homeગુજરાતજૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત

જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત

જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક મેઘમહેર થતા બપોર સુધીમાં 1થી 6 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

જિલ્લામાં સવારે 6થી બપોરે 2 સુધીમાં વરસેલો વરસાદ
જૂનાગઢ જિલ્લામાં આજે સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી માંગરોળ તાલુકામાં 151 મીમી, કેશોદમાં 108 મીમી, માળિયા 92મીમી, વંથલી 73 મીમી, જૂનાગઢ શહેર 95 મીમી, જૂનાગઢ તાલુકો 95 મીમી, મેંદરડા 43 મીમી, વિસાવદર 20 મીમી અને માણાવદરમાં 22 મીમી વરસાદ નોંધાયો છે.

જૂનાગઢમાં સવારે 6 થી 2 સુધીમાં વરસેલો વરસાદ

તાલુકો વરસાદ
માંગરોળ 151 મીમી
કેશોદ 108 મીમી
માળિયા 92 મીમી
વંથલી 73 મીમી
જૂનાગઢ શહેર 95 મીમી
જૂનાગઢ તાલુકો 95 મીમી
મેંદરડા 43 મીમી
વિસાવદર 20 મીમી
માણાવદર 22 મીમી

​​​​​

માંગરોળની અનેક સોસાયટીમાં પાણી ભરાયા
આજે સવારે માંગરોળ શહેર-પંથકમાં ચાર કલાકમાં 6 ઇંચ જેટલો ઘોઘમાર વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરની છેવાડાની તથા બંદર વિસ્‍તારની સોસાયટીઓમાં પાણી ભરાય જતા જળબંબાકાર જેવી સ્‍થ‍િતિ સર્જાઇ હતી. જયારે શહેરના રાજમાર્ગો અને શેરીઓમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ હતી. જયારે માંગરોળથી કેશોદને જોડતા મુખ્‍ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા હાઇવે અમુક સમય સુઘી બંઘ થઇ ગયો હતો. જેના પગલે વાહનચાલકો ફસાઇ ગયા હતા જો કે થોડા સમય બાદ પાણી ઉતરવાનું શરૂ થતા ઘીમે ઘીમે વાહન વ્‍યવહાર શરૂ થયો હતો. પંથકની નદી-નાળા અને જળાશયોમાં વરસાદી ભરપુર આવક થતા ઘોડાપૂર જેવી સ્‍થ‍િતિ સર્જાય છે. પંથકના જુના કોટડા, લંબોરા, શેખપુર, ઢેલાણા સહિતના અનેક ગામોમાં ભારે વરસાદના પગલે વરસાદી પાણીની નદીઓ વહેતી થઇ હતી. માંગરોળનું પ્રખ્યાત કામનાથ મંદિરમાં વરસાદી પાણી ભરાતા મહાદેવનું શિવલીંગ જલમગ્ન થયું હતું.

બિલખા રોડ પર રસ્તો બેસી જતા બસ ફસાઈ
બે દિવસથી સતત થઇ રહેલ વરસાદએ જૂનાગઢ મનપાના વિકાસકામોની પોલ ખોલતી ઘટના સામે આવી છે. જેમાં મહાનગરના બિલખા રોડ પર આઇજી ઓફીસ નજીક ભૂવો પડેલ હતો. જેમાં સવારે એક ખાનગી ટ્રાવેલ્‍સ બસ ખુપી જતા એક સાઇડ નમી જતા ફસાઇ ગઇ હતી. સદનસીબે ભુવામાં બસ ખૂપી ગયા બાદ પલ્‍ટ‍ી ના હોવાથી મોટી જાનહાનિ થઇ ન હતી. આ ઘટનાના પગલે મનપા તંત્રની કામગીરી સામે શહેરીજનોમાં રોષ પ્રર્વતયો જોવા મળેલ હતો.

ગીરનાર આસપાસનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું
ગીરનાર પર્વત ઉપર બે દિવસથી તેજ પવન સાથે સતત અવિરત વરસી રહેલ ભારે વરસાદના પગલે આહલાદક વાતાવરણ સર્જાયેલ છે. તો ભારે વરસાદના પગલે ગીરનાર પર્વત ઉપર અનેક ઝરણા વહેતા શરૂ થયા છે. જયારે ગીરનારના પગથીયા પર વરસાદી પાણી વહેતા જોવા મળતા હતા. જયારે પર્વત પરથી ઘોઘ પર શરૂ થયા હતા. આમ, છેલ્‍લા થોડા દિવસોથી વરસાદી માહોલ વચ્‍ચે ગીરનાર પર્વત પર કુદરતી સોદર્ય-પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય તેવો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. જે નિહાળી પ્રવાસીઓ ખુશખુશાલ થતા જોવા મળી રહ્યા છે.

ગણતરીના દિવસોમાં ડેમ ઓવરફલો થયો
વિસાવદરમાં પંથકમાં બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે પંથકમાં સતાધાર નજીક આવેલ આંબાજળ ડેમ ઓવરફલો થઇ ગયો હતો. ડેમમાં જંગલ વિસ્તારમાં પડેલ ભારે વરસાદના પાણી ભરપૂર આવક થતી હોવાના પગલે ગણતરીના દિવસોમાં જ ડેમ ઓવરફલો થતા પંથકવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. ચાલુ વર્ષે વરસાદની ખેંચના કારણે થોડા દિવસ પૂર્વે સુઘી આંબાજળ ડેમ ખાલીખમ હતો. બાદ તાજેતરમાં થયેલ અવિરત મેઘમહેરના પગલે ડેમ ઓવરફલો થઇ ગયો છે. ડેમમાંથી વિસાવદર શહેરની પ્રજાને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે.

ગડુ પંથકમાં 6 ઈંચ વરસાદથી પાણી પાણી
જૂનાગઢ જિલ્લાના ગડુ પંથકમાં ગતરાત્રિથી વીજળીના લબકારા સાથે શરૂ થયેલ મેઘ સવારીએ પાણી પાણી કરી દીધું હતું. પંથકમાં ગતરાત્રિથી લઈ આજે બપોર સુધીમાં 6 ઈંચ જેવો વરસાદ વરસી ગયો હતો. જેના પગલે પંથકના અનેક ગામોના માર્ગો અને શેરીઓમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હતી. તો ખેતરોમાં પાણી ભરાય ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments