- Advertisement -
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે ક્યાક ઝરમર ઝરમર તો ક્યાંક મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જ્યારે છોટાઉદેપુરમાં મેઘરાજાનું આગમન ફરી થયુ છે.છેલ્લા 24 કલાક બોડેલીમાં4 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં 3.5 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, પાવીજેતપુરમાં 1 ઈંચ, સંખેડામાં 1 ઈંચ અને નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં અને મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે જેની અસરને લઇ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ સુરતમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્રને બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા.