ચોમાસાની ઋતુને આરંભે વરસાદની પ્રથમ હેલી અને ભેજવાળા વાતાવરણમાં દર વર્ષે અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ લાંબી ઈયળ જેવી દેખાતી અને ચુડવેલ તરીકે ઓળખાતી જીવાત રાતોરાત લાખ્ખોની સંખ્યામાં દેખા દેતી હોય છે મેઘરજ તાલુકાના મોટી મોયડી ગામમાં ચુડવેલના અસહ્ય બનેલા ઉપદ્રવથી પ્રજાજનો ઘર છોડવા મજબુર બન્યા છે કેટલાક ગ્રામજનો ઘરને તાળા મારી બીજાને ત્યાં રહેવા મજબુર બન્યા છે આરોગ્ય તંત્ર દ્વારા મોટી મોયડી ગામે દવાનો છંટકાવ કરી ચુડવેલના ઉપદ્રવને નાથવા અને નાશ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે
મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં ૨૫૦૦થી વધુ વસ્તી ધરાવતા મોટી મોયડી ગામને ચુડવેલ નામની જીવાતે ઘેરી લેતા પ્રજાજનો માટે આફતરૂપી બની રહી છે મેઘરજ પંથકમાં છેલ્લા બે દિવસ થી વરસાદે વિરામ લીધા બાદ ગમ માં ચુડવેલ નામની જીવાત નો ઉપદ્રવ વધ્યો છે મોટી મોયડી ગામ ના તમામ મકાનો ની છત પર દીવાલો પર ઘરના રસોડા માં બહાર ચોક માં સર્વત્ર ચુડવેલો ના ઢગ ખડકાયા છે જ્યાં નજર કરો ત્યાં ચુડવેલ ના ઝુંડ જોવા મળેછે ગામ માં આવેલી બેન્ક માં પણ તમામ સ્થાનો પર ચુડવેલ ના ઢગલા જોવા મળી રહ્યા છે આ ઉપદ્રવ ના કારણે સ્થાનિક રહીશો પોતાના રસોડા માં રસોઇ પણ બનાવી શકતા નથી પશુપાલન ના વ્યવસાય માં પણ ચુડવેલો ના કારણે દૂધ કાઢવા માં પણ તકલીફ પડેછે દૂધ કાઢવા કે જમવા બેસે તો ઉપર થી ચુડવેલ જમવામાં પડેછે આવી હાલાકી ને કારણે રહીશો પોતાના મકાન ને તાળા મારી અન્ય સ્થળે રહેવા મજબૂર બન્યા છે ગામ માં આવેલ એક બેન્ક માં સર્વત્ર જગ્યા એ જાણે દીવાલો માં અને છત પર ડિઝાઇન પાડી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખુલ્લા રસ્તા પર પણ ચુડવેલો ના ઢગલા જોવા મળ્યા ચુડવેલ ના ઉપદ્રવ ના કારણે ક્યારેક રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચુડવેલો નો ઉપદ્રવ અટકાવવા માટે દવા નો છંટકાવ કે અન્ય કોઈ ઉપાય કરવામાં આવે એવી સ્થાનિકો ની માગ રહેલી છે
મોટી મોયડી ગામના જાગૃત નાગરિક બિપીનભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ચુડવેલના ત્રાસથી પ્રાથમિક શાળા મા અભ્યાસ કરતા બાળકોને અપાર મુશ્કેલીઓ તથા ગ્રામ પંચાયત બેંક અને ચોમાસાની સીઝનમાં સહકારી મંડળી માં આવતા ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર બિયારણ માટે સહકારી મંડળી પણ ખોલી શકાતી નથી તથા બેંકના કામકાજ માટે આવતા ગ્રાહકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થાય તેવું ગામલોકોએ ઇચ્છી રહ્યા છે
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી