- Advertisement -
અરવલ્લી જીલ્લામાં હવામાન વિભાગની આગાહી કુદરત સામે લાચાર જણાઈ રહી છે છેલ્લા ત્રણ દિવસથી ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોરા ધકાર દિવસો પસાર થતા ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ છે આકાશે કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી પછી પવન સાથે વાદળો વિખેરાઈ જતા મેઘરાજા હાથતાળી આપી રહ્યા છે રવિવારે સાંજે માલપુર,બાયડ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ અને પવન ફૂંકાવાની સાથે વીજળીડૂલ થતા પ્રજાજનોમાં વીજતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યોતિગ્રામ યોજના હેઠળના ગામોમાં પણ છાસવારે વીજળીડૂલ થતા સરકારના ૨૪ કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે
માલપુર તાલુકામાં રવિવારે રાત્રીના સુમારે કડાકા-ભડાકા અને વીજળીના ચમકારા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું માલપુરના ઓઢા ગામમાં ગત રાત્રીએ વીજળી પડતા સુરેશ ભાઈ ચંદુભાઈ ડામોરના ઘર આગળ લીંબડાના ઝાડ નીચે બેઠેલી ભેંસ નું મોત થતા અને લીંબડો ઉભે ઉભો ચિરાઈ જતા લોકોમાં ભય છવાયો હતો વીજળી પડતા ભેંસનું મોત નિપજતા પશુપાલન કરી જીવનનિર્વાહ ચલાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી