- Advertisement -
બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાઇ છે જેના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લામાં વરસાદે સતત બીજા દિવસે ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો મોડાસા,બાયડ અને માલપુર તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસતા જળાશયો અને નદી-નાળામાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થી અસહ્ય ગરમી અને બફારા થી ત્રાહિમામ પોકારી ઉઠેલા પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો.
અરવલ્લી જીલ્લામાં રથયાત્રાના દિવસે દિવસ ભર ઝરમર-ઝરમર વરસાદ સાથે કેટલાક વિસ્તરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો શુક્રવારે મેઘમહેર યથાવત રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો ખેતરમાં મોંઘા બિયારણ ખરીદી કરેલી વાવણી વરસાદના અભાવે નિષ્ફળ રહેવાની ભીતિ સમયે મેઘ મહેર થતા વાવેતરને જીવતદાન મળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જીલ્લાના જળાશયોમાં નવા નીરની અાવક થઇ હતી બાયડ તાલુકાના આંબાગામ દખ્ણેશ્વર શણગાલ વાસણીરેલ જેવા ગામડાઓ તથા બાયડ-કપડવંજ રોડ પરથી પસાર થતી વરાસી નદીમાં નવા નીર આવતા પ્રજાજનો નવા નીર જોવા નદી કિનારે ઉમટ્યા હતા.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી