મેઘતાંડવ : ચીનના હાલ બેહાલ, એક કલાકમાં 8 ઈંચ અને 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

0
2

મેઘતાંડવને કારણે કારણે ચીનના હાલ બેહાલ થઈ ગયા છે. સૌથી વધુ અસર હેનાન પ્રાંતમાં જોવા મળી રહી છે. એક કલાકમાં 8 ઈંચ અને 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી મેટ્રો ટ્રેનની ટનલોમાં ઘૂસી જતાં સ્થિતિ વિકટ બની છે. ટનલોમાં ટ્રેન ફસાતાં 12થી વધુ પેસેન્જર ટ્રેનમાં જ ડૂબી ગયાં છે. ટ્રેનમાં ઘુસી ગયેલા પાણી અને તેમાં ફસાયેલા પેસેન્જરોના ભયાનક વીડિયો સામે આવી રહ્યા છે. કુદરતે એવો તે કહેર વરસાવ્યો કે, શહેરો બેટમાં ફેરવાઈ ગયા છે. શહેરની વચ્ચોવચ્ચ ગાડીઓ તરતી જોવા મળી રહી છે. મહત્ત્વનું છે કે, આ પ્રાંતમાં વર્ષમાં સરેરાશ 20થી 25 ઈંચ વરસાદ થાય છે, આટલો વરસાદ એક જ દિવસમાં વરસી જતાં વિકટ સ્થિતિ સર્જાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here