મેઘતાંડવ:સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં 5.25 ઈંચ

0
58
માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં 11 ઈંચ વરસાદથી રસ્તાઓ નદી બની ગયા હતાં.
  • માંગરોળમાં દિવસ દરમિયાનનો 5.25 ઈંચ વરસાદ
  • બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો
માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં 11 ઈંચ વરસાદથી રસ્તાઓ નદી બની ગયા હતાં.

સીએન 24,સમાચાર

દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે સુરત જિલ્લાના ઉમરપાડામાં આભ ફાટ્યું છે. બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી જનજીવન તરબતર થઈ ગયું છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સુરત જિલ્લામાં ઉમરપાડા બાદ માંગરોળમાં પણ બે કલાકમાં 72 મીમી મળીને દિવસ દરમિયાનનો 5.25 ઈંચ વરસાદ પડ્યો હોવાથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.

ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી.
ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ સર્જાઈ હતી.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
સુરત જિલ્લાના ઉમરપાડામાં તાલુકા મથક ચાર રસ્તા અને ઉચવાણ ગામમાં માત્ર દોઢ કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તો જાણી નદી બની ગયો હોય તેમ પાણી વહેવા લાગ્યું હતું. એકાદ કલાકમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાઈ હતી.
નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યા સર્જાઈ હતી.

સુરત જિલ્લામાં બપોરે બે વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન પડેલો વરસાદ
બારડોલી- 00
ચોર્યાસી – 00
કામરેજ – 01
મહુવા 05
માંડવી 03
માંગરોળ 72
ઓલપાડ 00
પલસાણા 00
સુરત સિટી 00
ઉમરપાડા 275

કોઝ વે પાણીમાં ગરક
ચિતલડા-ખાંભા બંગલીને જોડતા કોઝ વે પર પાણી ફરી વળ્યું છે. અચાનક ખાબકેલા ધોધમાર વરસાદના પગલે આ રસ્તો વાહન વ્યવહાર અને લોકો માટ બંધ કરી દેવાની ફરજ પડી છે.

વીરા નદીમાં ઘોડાપૂર આવ્યુ
ઉમરપાડા નદીમાં ભારે વરસાદના પગલે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા થોડા દિવસોથી નદીમાં પાણીનો પ્રવાહ ઘટ્યો હતો. જો કે, અચાનક પડેલા વરસાદના કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here