મહેસાણા : ધોરણ-12 સાયન્સના 100 ટકા પરિણામ સાથે 4058 વિદ્યાર્થીનો પાસ થયા

0
0

શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ-12 સાયન્સનું પરિણામ ઓનલાઇન જાહેર કરાયું હતું. મહેસાણા જિલ્લામાં ધોરણ-12 સાયન્સના 100 ટકા પરિણામ સાથે 4058 વિદ્યાર્થીનો પાસ થયા છે. ગત વર્ષે જિલ્લામાં એક વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવી શક્યો ન હતો. કોરોના મહામારીને કારણે પરિણામની નિયમો બદલાતાં ચાલુ સાલે 33 વિદ્યાર્થીનો એ-1 ગ્રેડમાં રહ્યા છે. બીજી બાજુ ઇ-1 ગ્રેડ (35 ટકાથી ઓછુ) પરિણામમાં ચાલુ સાલે 3 વિદ્યાર્થીઓને વધારા ગુણાંક આપી પાસ કરાયા છે. ગત વર્ષે એક પણ વિદ્યાર્થી ઇ-1 ગ્રેડમાં નહોતો.

કોરોના મહામારીના કારણે ધોરણ-10, 11 અને 12ના આધારે જાહેર કરાયેલા પરિણામથી ઉત્તર ગુજરાતના તમામ 14,613 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 100 ટકા પરિણામ વચ્ચે એ-1 ગ્રેડ (90 ટકાથી વધુ) 156 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. ગત વર્ષે માત્ર 1 જ વિદ્યાર્થીને એ-1 ગ્રેડ મળ્યો હતો. બીજી બાજુ એ-1 અને એ-2 ગ્રેડ પ્રમાણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા 463 વિદ્યાર્થી સાથે પ્રથમ રહ્યો છે. જ્યારે 145 વિદ્યાર્થી સાથે અરવલ્લી જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. ઉપરાંત, મહેસાણા જિલ્લો 351 વિદ્યાર્થી સાથે બીજા ક્રમે, સાબરકાંઠા જિલ્લો 244 વિદ્યાર્થી સાથે ત્રીજા અને પાટણ જિલ્લો 217 વિદ્યાર્થીઓ સાથે ચોથા ક્રમે રહ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં 1264 છાત્રોએ 80 ટકાથી 90 ટકાની વચ્ચે પરિણામ મેળવ્યું

ગ્રેડ વિદ્યાર્થી
એ-1 (90%થી વધુ) 156
એ-2 (80%થી વધુ) 1264
બી-1 (70%થી વધુ) 2760
બી-2 (60%થી વધુ) 3988
સી-1 (50%થી વધુ) 3950
સી-2 (40%થી વધુ) 2120
ડી (35%થી વધુ) 342
ઇ-1 (35%થી ઓછુ) 33
ઇ-2 (25%થી ઓછુ) 0
ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓનું પરિણામ
ગ્રેડ મહેસાણા પાટણ બ.કાં. સા.કાં. અરવલ્લી કુલ
એ-1 33 27 61 21 14 156
એ-2 318 190 402 223 131 1264
બી-1 790 394 839 475 262 2760
બી-2 1254 486 1131 683 434 3988
સી-1 1095 504 1105 703 543 3950
સી-2 509 301 521 509 280 2120
ડી 56 65 72 107 42 342
ઇ-1 3 6 6 17 1 33
ઇ-2 0 0 0 0 0 0
કુલ 4058 1973 4137 2738 1707 14613
બે વર્ષનું પરિણામ
ગ્રેડ 2020 2021
એ-1 1 156
એ-2 159 1264
બી-1 978 2760
બી-2 2153 3988
સી-1 4345 3950
સી-2 3809 2120
ડી 815 342
ઇ-1 3 33
ઇ-2 0 0
કુલ 12263 14613

 

મેડિકલમાં પ્રવેશ માટે ધો.12નું પરિણામ ગણાશે નહીં, નીટની પરીક્ષા પાસ કરવાની રહેશે
પહેલા મેડિકલમાં પ્રવેશ માટે ગુજકેટ અને ધો.12 બંનેના પરિણામ ગણાતા હતા. પરંતુ હવે નીટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાની રહેશે. નીટનું જ પરિણામ 100 ટકા ગણાશે. ધોરણ 12 પાસ કરવું જ મહત્વનું છે. 50 ટકાથી વધુ ગુણ હોય તો પણ પરીક્ષા આપી શકાય છે. – ડૉ. અનિલ નાયક, મેડિકલ ડીન પાટણ

ઉ.ગુ.માં 65 સાયન્સ કોલેજોમાં 11980 બેઠકો પર પ્રવેશ અપાશે
કોલેજો બેઠક
13 સરકારી- ગ્રાન્ટેડ કોલેજો 3000
52 સેલ્ફ ફાયનાન્સ કોલેજો 7200
વર્ગદીઠ 20 બેઠકો વધતાં 1780
65 કોલેજોમાં કુલ 11980

 

કોલેજોમાં ડિવિઝન દીઠ 20 બેઠકો વધારતાં પ્રવેશ સમસ્યા નહીં રહે
પાલનપુર સાયન્સ કોલેજના સિનિયર પ્રિન્સિપાલ યોગેશભાઈએ જણાવ્યું કે, તમામ છાત્રો પાસ થતાં કોલેજોમાં પ્રવેશ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. પરંતુ સરકારે દરેક કોલેજમાં ડિવિઝન દીઠ 20 બેઠકો વધારતાં મોટાભાગની કોલેજોમાં પ્રવેશ માટે સરળતા રહેશે. કોલેજોમાં 150 અને 180 સુધીની સંખ્યા ડિવિઝન થઇ શકતાં બધા છાત્રોને પ્રવેશ મળી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here