Saturday, September 25, 2021
Homeમહેસાણા : એક જ દિવસમાં 43 કોરોનાગ્રસ્ત લોકોનાં મોત થતાં તેમની કોવિડ...
Array

મહેસાણા : એક જ દિવસમાં 43 કોરોનાગ્રસ્ત લોકોનાં મોત થતાં તેમની કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ કરાઇ

મહેસાણા જિલ્લામાં કોરોના બેકાબૂ બનવા સાથે હવે ઘાતક રૂપ ધારણ કરી લીધું હોય તેમ શુક્રવારે આજ સુધીમાં સૌથી વધુ 477 એટલે કે 500ની નજીક કેસનો આંકડો પહોંચી ગયો છે, તો એક જ દિવસમાં 43 કોરોનાગ્રસ્ત લોકોનાં મોત થતાં તેમની કોવિડ ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ કરાઇ હતી.

મહેસાણા પરા સ્થિત નીજધામમાં 25 લોકોનાં તેમજ હાઇવે પર આરટીઓ પાસે નવા બનેલા વૈકુંઠધામમાં પહેલા દિવસે 4 કોરોનાગ્રસ્તોનાં અંતિમ સંસ્કાર કરાયાં હતાં. જ્યારે વિસનગર સાર્વજનિક સ્મશાનમાં શુક્રવારે વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધી 14 મૃતદેહોની કોવિડ ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરાઇ હતી. મૃતકોમાં વિસનગર શહેર અને તાલુકાના 6 , વિજાપુર તાલુકાના મલાવ, મોતીપુરા, ડાભલા-2, ગણેશપુરા, કુકરવાડા મળી 6, જ્યારે વડનગર તાલુકાના મલેકપુર, માણસા તાલુકાના વેડા ગામના એક-એક મૃતકોનો સમાવેશ થાય છે. જ્યારે સ્મશાન મોડી રાત સુધી ચાલતું હોવાથી રોજના 16-17 મૃતદેહો સુધીનો આંકડો પહોંચી જાય છે. મૃતકોમાં તમામ 50થી ઉપરની વયના છે.

મહેસાણા જિલ્લામાં શુક્રવારે એક જ દિવસે સાૈથી વધુ 94 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સામે નવા 477 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સાૈથી વધુ કેસમાં નવી ટોચ છે. જેમાં સરકારી લેબના 1289 પૈકી 819 સેમ્પલનો રિપોર્ટ જાહેર કરાતાં સરકારી લેબમાંથી 347 અને ખાનગી લેબના 130 કેસ નોંધાયા હતા. એક્ટીવ કેસની સંખ્યા 4376 થઇ છે. આ સાથે જિલ્લામાં વધુ 1347 શંકાસ્પદોનાં સેમ્પલ લેવાયાં હતાં.

જિલ્લામાં શહેર અને ગામડામાં કોરોનાની સ્થિતિ જોઇએ તો વિસનગર શહેરમાં 73 મળી કુલ 131 કેસ, મહેસાણા શહેરમાં 84 મળી 119, કડી શહેરમાં 25 મળી 54, વિજાપુર શહેરમાં 9 મળી 50, ઊંઝા શહેરમાં 7 મળી કુલ 31, બહુચરાજીમાં 31, વડનગર શહેરમાં 9 મળી 29, જોટાણામાં 16, સતલાસણામાં 14 અને ખેરાલુ શહેરમાં 1 મળી કુલ 2 કેસ નોંધાયા છે. આમ કુલ મળીને શહેરી વિસ્તારમાં 208 અને ગામડાઓમાં 269 કેસ સામે આવ્યા છે.

ઉ.ગુ.માં 2 દિવસ બાદ ફરી 999 કેસ આવ્યા, 59 મોત
ઉ.ગુ.માં બુધવાર બાદ શુક્રવારે ફરી કોરોનાના 999 કેસ નોંધાયા હતા, જ્યારે 59 લોકોના મોત થયાં હતાં. મહેસાણા જિલ્લામાં શુક્રવારે 477 કેસ અને 43 મોત થયા હતા. તો પાટણ જિલ્લામાં 165 કેસ નોંધાયા હતા. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે વધુ 79 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સામે 13 દર્દીઓ કોરોનામુક્ત બનતા રજા અપાઇ હતી અને 24 કલાકમાં 5 કોરોનાગ્રસ્તોના મોત થયા હતા. જ્યારે અરવલ્લી જિલ્લામાં 11 લોકોના મોત થયા હતા. બનાસકાંઠામાં શુક્રવારે સતત ચોથા દિવસે 200 ઉપર 278 કેસ નોંધાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments