Saturday, September 18, 2021
Homeગુજરાતમહેસાણા : નોટબંધી પછી પાલિકાને એક જ દિવસે 47 લાખ વેરા આવક

મહેસાણા : નોટબંધી પછી પાલિકાને એક જ દિવસે 47 લાખ વેરા આવક

મહેસાણાના વોર્ડ નં. 9થી 12ના રહિશો માટે મિલ્કત વેરામાં 10ટકા રિબેટ લાભનો સોમવારે છેલ્લો દિવસ હોઇ વેરો ભરવા મિલ્કત દારોની લાઇન લાગી હતી અને એક જ દિવસમાં નગરપાલિકામાં બે હજાર લોકોએ કુલ રૂ. 47 લાખ વેરો ભર્યો હતો, જેમાં 10 ટકા લેખે કુલ રૂ. 4 લાખ રીબેટ લાભ આ મિલ્કતદારોમાં વહેચાયો હતો. ચાર વર્ષ પહેલા નોટબંધી વખતે એક દિવસમાં રોકડમાં વેરામાં પાલિકાને સૌથી વધુ 75 લાખની આવક થઇ હતી, ત્યાર પછી સોમવારે રૂ. 47 લાખની એક દિવસમાં વેરામાં રોકડ આવક નોધાઇ છે.

સોમવારે રીબેટના લાભ માટે વેરાના વોર્ડ નં. 9થી 12ના મિલ્કતદારો માટે સોમવારે છેલ્લો દિવસ હોઇ એક દિવસમાં વેરામાં રૂ. 47 રોકડ વસુલાત અને રૂ. 4 લાખ રીબેટ ગણીને પાલિકાને કુલ 52 લાખ આવક આવક થાય છે. ટી.બી રોડ પર સીવીક સેન્ટરમાં રીબેટ સાથે કુલ રૂ. 5.31 વેરો ભરાયો હતો. હવે પાલિકા દ્વારા વેરાના વોર્ડ નં.13, 14 અને 15ના મિલ્કત દારોને મોકલેલ માગણા બીલના વેરા સ્વિકારવાનું શરૂ કરાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments